________________
માધ-ચંથમાળા
: ૩૨ ?
ધન તું એકલે જ ઉપાડી ગયો છે, માટે ચૂપચાપ મારો ભાગ પાછો આપી દે. નહિ તે હું તને રાજદરબારમાં ખેંચી જઈશ.”
આમ બંને જણ વિવાદ કરતા ધર્માધિકારી પાસે ગયા. ધર્માધિકારીએ બંનેની હકીકત સાંભળીને કહ્યું કે આ બાબતમાં દિવ્ય કરવું પડશે.” તે સાંભળીને પાપબુદ્ધિએ કહ્યું કે “આ ન્યાય ઠીક નથી. પહેલાં પત્ર, પછી સાક્ષી અને એ બેયનો અભાવ હોય તે જ દિવ્યને આશ્રય લેવાય, પણ મારે તે વૃક્ષદેવતા સાક્ષી છે, તે અમારામાંથી દષિત કેણુ છે અને નિર્દોષ કેણુ છે, તે કહી આપશે.” તેથી ધર્માધિકારીએ બંનેના જામીન લીધા અને “આવતી કાલે સવારે આવજે” એમ જણાવીને જવા દીધા.
પાપબુદ્ધિએ ઘેર જઈને પિતાના પિતાને કહ્યું કે “પૂજ્ય પિતાજી ! ધન મેં ચેર્યું છે, પણ તમારા વચનથી મને તે પચી જાય એમ છે.”
પિતાએ કહ્યું: “વત્સ! એ કેવી રીતે બની શકે ? ”
પાપબુદ્ધિએ કહ્યું: “પિતાજી! એ પ્રદેશમાં ખીજડાનું એક મોટું વૃક્ષ છે અને તેમાં એક મોટી બખેલ છે. એ બલમાં તમે હમણું જ દાખલ થઈ જાઓ કે જેથી બીજા કેઈને પણ ખબર પડે નહિ. પછી સવારે બધાની સમક્ષ હું પૂછું કે “હે વૃક્ષદેવતા! તમે અમારા બંનેના સાક્ષી છે, માટે કહી દે કે અમારામાંથી કેણુ ચેર છે?” તે વેળાએ તમારે જણાવવું કે “ધર્મબુદ્ધિ ચોર છે."
પિતાએ કહ્યું: “આ ઉપાય બરાબર નથી. એનું પરિણામ સારું આવવા સંભવ નથી.”