________________
વીજું:
: ૩૧ : સાચું અને હું અહીં એક ઝાડના મૂળ આગળ દાટી દઈએ અને જરૂર જેટલું જ ઘેર લઈ જઈએ. પછી જરૂર પડશે તેમ અહીંથી ધન કાઢી જઈશું.”
ધર્મબુદ્ધિ સરલ હતું. તેના પેટમાં કેઈ પણ જાતનું પાપ ન હતું. વળી તે બધાને પોતાના જે જ સરલ સમજતો હતો. એટલે તેમ કરવાને કબૂલ થયે.
બંને જણુએ પોતાના ધનને મોટે ભાગે ત્યાં દાટી દીધે, અને થોડું ધન લઈને પોતાને ઘેર આવ્યા.
એક રાત્રે પાપબુદ્ધિએ ત્યાં જઈને બધું ધન કાઢી લીધું અને ખાડા પૂરીને તથા જમીન સરખી કરીને પાછા ઘેર આવતો રહ્યો. - હવે થોડા દિવસ બાદ ધર્મબુદ્ધિને ધનની જરૂર પડી એટલે પાપબુદ્ધિને સાથે લઈને, તે ધનવાળી જગ્યાએ ગયો અને જમીન ખેદી, પરંતુ તેમાંથી કાંઈ પણ નીકળ્યું નહિ. આ જોતાં જ પાપબુદ્ધિ પત્થર સાથે માથું કૂટવા મંડ્યો અને બોલવા લાગે કે “હાય ! હાય ! હવે હું શું કરીશ? મારી પાસે જે કાંઈ હતું, તે બધું આમાં જ હતું? હવે મારાં છોકરાં– હૈયાંની શી વલે થશે.? આ વાતને ભેદ તારા અને મારા સિવાય બીજું કોઈ પણ જાણતું ન હતું, તેથી તું જ મારું ધન હરી ગયે છે; માટે મારા ભાગનું ધન મને સોંપી દે. નહિ તે રાજદરબારમાં જઈને ફરિયાદ કરવી પડશે.” - ધર્મબુદ્ધિએ કહ્યું: “અરે દુરાત્મન ! આ તું શું બેલે છે? હું કદી પણ ચેરી કરું જ નહિ, પણ લાગે છે કે આ