________________
બીજું
: ૨૯ : 'સારું અને બે જણાતું હતું, તે જ ચિત્ર બીજી રીતે વિચાર કરતાં ખૂબીઓવાળું જણાયું.
સદ્દબુદ્ધિ બુદ્ધિ સદુહેતુથી દેરાય તે મનુષ્યને સન્માર્ગે લઈ જાય છે. અને અસદુહેતુથી ઘેરાય તે ભારે અનર્થ ઉપજાવે છે. બીજી રીતે કહીએ તે હેતુથી રાતી બુદ્ધિ એ સદ્દબુદ્ધિ છે અને તેનું પરિણામ ન્યાય, નીતિ, આચાર તથા ધર્મનું પાલન છે,
જ્યારે અસહેતુથી દોરાતી બુદ્ધિ એ કુબુદ્ધિ છે અને તેનું પરિણામ અન્યાય, અનીતિ, અનાચાર અને અધમે છે.
લેકેમાં એક કહેવત છે કે “જેનું શાક બગડયું, તેને. દિવસ બગડે અને જેનું અથાણું બગડયું તેનું વરસ બગડયું ” આ કહેવતમાં એટલું ઉમેરી શકાય કે “જેની બુદ્ધિ બગડી તેનું જીવતર બગડયું.” એટલે જીવનને સુધારવા માટે, જીવનના સઘળાં કર્તવ્ય સારી રીતે પાર પાડવા માટે અને સાત્વિક પુરુષાર્થની યથાર્થ સાધના કરવા માટે સદ્બુદ્ધિની જરૂર છે. તે સંબંધી એક કવિએ ઠીક કહ્યું છે કે – श्रियं प्रसूते विपदं रुणद्धि, श्रेयांसि सूते मलिनं प्रमार्टि । संस्कारयोगाच परं पुनीते, शुद्धा हि बुद्धिः किल कामधेनुः ।।
ખરેખર! સદ્દબુદ્ધિ એ કામધેનુ ગાય જેવી છે, કારણ કે તે લક્ષ્મીને જન્મ આપે છે, વિપત્તિઓને રોકે છે, કલ્યાણને ઉત્પન્ન કરે છે, પાપને ભૂંસી નાખે છે અને યોગ્ય ઉપાયોથી બીજાને પણ પવિત્ર બનાવે છે. »