________________
ગીજી:
: ર૭ : સાચું અને કર્યો ત્યારે તેના આશ્ચર્યનો પાર રહ્યો નહિ, પરંતુ ડી જ વારમાં તે સમજી ગયેકે પિતે રાજાની શરત કબૂલ કરવામાં ભારે છકડ ખાધી હતી, કારણ કે કઈ પણ કૃતિમાંથી જે ભૂલ જ કાઢવી હોય તે તે કઈને કઈ પ્રકારે કાઢી શકાય છે અને મારા ચિત્ર સંબંધી પણ તેવું જ બન્યું છે.”
હવે એ ચિત્રકાર નિરાશ ન થતાં બીજ રાજા પાસે ગયો. અને તેને એ ચિત્ર બતાવતાં જ તેનું અદૂભુત વર્ણન કરવા લાગ્યું.
ચિત્રકારે કહ્યું: “આપ નામદાર કલાના મહાન પ્રશંસક તરીકે જગતભરમાં વિખ્યાત છે, એટલે આ ચિત્ર આપને બતાવવા માટે જ લાગે છું. હું ઈચ્છું છું કે--આપ તેની રેખાઓ, રંગવિધાન, આયોજન ને ભાવનિરૂપણમાં રહેલા અદ્ભુત સૌન્દર્યની એગ્ય કદર કરશે. વળી આપની સભા ધુરંધર વિદ્વાનોથી વિરાજિત છે. જે તેઓ પણ આ ચિત્રની ખૂબીઓ વિષે પોતપોતાને અભિપ્રાય જણાવશે તે હું ઘણે જ આભારી થઈશ.”
રાજાએ એ ચિત્ર બીજા દિવસે રાજસભામાં રજૂ કરવાની સૂચના આપી અને ચિત્રકારના ઉતારાને બંદોબસ્ત કર્યો.
બીજા દિવસે એ ચિત્ર રાજસભા સમક્ષ રજૂ થયું તે. વખતે રાજાએ ત્યાં વિરાજતા વિદ્વાનોને આ ચિત્રની ખૂબીઓ યોગ્ય ભાષામાં વર્ણવી બતાવવાનું જણાવ્યું. તે પરથી એ. વિદ્વાને એક પછી એક એ ચિત્રની ખૂબીઓ જણાવવા લાગ્યા.