________________
ત્રીજું:
: ૭ : સાચું અને ખોટું તથા તેઓ જે કાંઈ શીખવતા તે બરાબર ગ્રહણ કરી લેતે. અને પછી તેના પર ચિંતન-મનન કરતે. જ્યારે બીજે શિષ્ય ગુરુની ભક્તિ ઉપર ઉપરથી જ કરતા અને ગુરુ શિક્ષણ આપતા ત્યારે પણ જોઈએ તેવું લક્ષ્ય આપતે નહિ.
એક વાર ગુરુએ કઈ કામ પ્રસંગે આ બંને શિષ્યોને બહાર ગામ મોકલ્યા. ત્યાં રસ્તામાં કેઈ જાનવરનાં પગલાં પડેલાં જોઈને બીજા શિષ્ય કહ્યું: “આ પગલાં હાથીનાં છે. ” તે વખતે પહેલા શિષ્ય કહ્યું કે “આ પગલાં હાથીનાં નહિ પણ હાથણીનાં છે. વળી તે હાથણી ડાબી આંખે કાણી છે અને તેના પર કેઈ રાજાની રાણી બેઠેલી છે, જે સૌભાગ્યવંતી અને સગર્ભા છે. તે આજકાલમાં એક સુંદર પુત્રને પ્રસવશે.”
આ સાંભળી બીજા શિષ્ય કહ્યું: “આ ટાઢ પહેરી છે તેને તે ઠીક ઉપયોગ કર્યો. આ વાતમાંથી કેટલા ટકા બાદ કરવાના?
પહેલા શિષ્ય કહ્યું: “જે વાત મને બરાબર સ્પષ્ટ સમજાય છે, તે જ તને કહી છે. એમાં અજાયબી પામવા જેવું કાંઈ જ નથી. આગળ ચાલીશું એટલે બધી વાત બરાબર જણાઈ આવશે.” - હવે તે શિષ્ય કેટલુંક ચાલ્યા પછી એક ગામના પાદરે આવી પહોંચ્યા. ત્યાં તળાવના કિનારે કેઈ રાજાને રસાલે પડ્યો હોય તેમ જણાયું. એટલે તે બંને નજીક ગયા અને જોયું તે એક તંબુમાં હાથણી બાંધેલી હતી. આ હાથણી ડાબી આંખે કાણી હતી. અને તેઓ ઊભા ઊભા હાથણીને જુએ છે, તેટલામાં એક દાસીએ તંબૂમાંથી બહાર આવીને પાસે ઊભેલા ચેકીદારને