________________
ધમધ-ગ્રંથમાળા દ ૩૮ : કહ્યું કે “જઈને મહારાજાને ખબર આપ કે રાણીજીએ એક સુંદર પુત્રને જન્મ આપે છે.” ' આ સાંભળી બીજે શિષ્ય ઊંડા વિચારમાં પડી ગયે અને મનમાં બોલ્યા કે “ગુરુએ આને કઈક ગુપ્ત વિદ્યા શીખવી લાગે છે અને મને તેનાથી અજાણે રાખે છે.”
પછી તે બંને શિષ્ય તળાવમાં હાથ પગ ધોઈને તેને કિનારે રહેલા એક વિશાળ વડની છાયામાં આરામ લેવા બેઠા. એવામાં ત્યાં થઈને એક સી નીકળી. તેણે આ બંનેને પંડિત જેવા જોઈને પૂછ્યું કે “હે ભાઈ! મારે પરદેશ ગયેલો પુત્ર કયારે આવશે ? ” આ પ્રશ્ન પૂછતાં જ તેના મસ્તક પર પાણીને ઘડે નીચે પડ્યો અને ફૂટી ગયે.
આ જોઈને બીજા શિષ્ય તરત જવાબ આપ્યો કે “હે વૃદ્ધા ! તારો પુત્ર આ ઘડાની જેમ નાશ પામે છે, તે પાછો કયાંથી આવી શકે? માટે પ્રભુના નામની માળા ફેરવ.” આ સાંભળી પહેલા શિષ્ય કહ્યું: “ડેસીમા ! જરાયે ફીકર કરશે નહિ. તમારો પુત્ર સાજોનર છે અને તમે અહીંથી ઘેર પહોંચશે. કે તરત જ તેને મેળાપ થશે. ”
ડેસી પહેલા શિષ્યને આશીર્વાદ આપીને ઘેર ગઈ અને જોયું તે પિતાનો પુત્ર પરદેશથી ઘેર આવી પહોંચ્યું હતું. તેણે પિતાના પુત્રને બે પંડિતાએ આપેલા જવાબની વાત કરી એટલે તેને પુત્ર પ્રથમ શિષ્ય પર ખૂબ પ્રસન્ન થયા અને તળાવના કિનારે આવીને તેને સારી દક્ષિણ આપી. આ જોઈ બીજે શિષ્ય મનમાં બબડી ઊડ્યોઃ “આની બધી વાત સાચી કેમ પડે