________________
ત્રીજું
: ૧૧ : સાચું અને મેટું નિર્ણય તેથી ડુંગર કોઈ દેખે નહિ!” એમ કહેવું સાચું છે.
આખરી નિર્ણયઃ બધા વિચાર કરતાં લાગે છે કે “તરણું ઓથે ડુંગર રે, ડુંગર કેઈ દેખે નહિ ! ” એ કથન સાચું છે.
આ વિચાર પરથી એક બીજી વાત સ્પષ્ટ થાય છે કેબુદ્ધિ જ્યારે સત અને અસતને વિવેક કરવા લાગે છે ત્યારે ચૈતન્યના ભંડળમાં પડેલ સંખ્યાતીત સંસ્કારો અનુભવ કે પ્રતીતિઓ પૈકી કેટલાકને ઉપયોગમાં લે છે અને તેને હેતુ કે દલીલ તરીકે ઉપગ કરે છે. આ હેતુ કે દલીલ પ્રમાણે જે રજૂ થયેલી વસ્તુ બરાબર જણાય તે એને તે “સાચું ” કહે છે અને તેથી ભિન્ન કે વિરુદ્ધ જણાય તો એને તે “ખેટું કહે છે. “તરણા ઓથે ડુંગરવાળા કથનને તેણે અમુક હેતુથી કે અમુક દલીલથી ખોટું ઠરાવ્યું હતું અને પાછું તે જ કથનને બીજા હેતુથી કે બીજી દલીલેથી “સાચું” કરાવ્યું. એટલે એક કથન કે એક કામ અમુક હેતુથી કે અમુક દલીલથી વિચારતાં સારું લાગે છે અને તે જ કથન કે તે જ કામ બીજા હેતુથી કે બીજી દલીલથી વિચારતાં ખોટું લાગે છે.
આ વાતને વધારે ખ્યાલ નીચેનાં બે દષ્ટાંતે વિચારવાથી આવી શકશે –
- શ્રેષ્ઠિપુત્ર ભેળે. જીર્ણદત્ત નામના એક શેઠે મરતી વખતે પિતાના પુત્ર ભેળાને પાસે બોલાવીને કહ્યું કે “બેટા! હું તે હવે આ સંસારની વિદાય લઉં છું, પણ તારું ભલું થાય તે માટે કેટલીક