________________
કીશું:
: ર૩ : સાચું અને એક તું જરા પણ કાલક્ષેપ કર્યા વિના હિરણ્યકને અહીં તેડી લાવ, જેથી તે મને આ પાશમાંથી છૂટે કરે.”
લઘુપતનક મથકે પાછો ફર્યો અને હિરણ્યકને ચાંચમાં ઉપાડીને લે આયે. ધીમે ધીમે ચાલતે મંથરક પણ ત્યાં આવી પહોંચે. આ જોઈને હિરણ્યકે કહ્યું કે “ભાઈ મંથરક! તે આ ઠીક કર્યું નહીં. તારે તારું ઠેકાણું છોડવું જોઈતું ન હતું, કારણ કે આ ફોસે છેરાતાં ચિત્રાંગ નાસી છૂટશે, લઘુપતનક ઝાડે ચડી જશે અને હું કોઈ દરમાં પેચ જઈશ. પણ તું શું કરીશ?” એમ કહીને તે ચિત્રાંગન જાળ કાપવા લાગ્યું. એવામાં શિકારી ત્યાં આવી ચડયો એટલે હિરણ્યક પાસેના દરમાં પેસી ગયે, લઘુપતનક આકાશમાં ઊડી ગયું અને ચિત્રાંગ જેર કરીને નાસી છૂટ. માત્ર એક મંથરક બાકી રહ્યો. તેને મંદ મંદ ચાલતે જોઈને શિકારીએ કહ્યું કે “મૃગલે તે છટકી ગયો, પણ આ કાચબો ઠીક છે.' અને તેણે કાચબાને પકડી લીધો. પછી તેને દેરીથી બાંધી, ધનુષ્યના છેડે લટકાવીને ચાલવા લાગ્યો.
પાછળ ત્રણે મિત્રે ભેગા થયા અને મંથરકને કઈ પ રીતે બચાવ જોઈએ એવા નિર્ણય પર આવ્યા. તે નિર્ણય અનુસાર ચિત્રાંગે નદીના કિનારે શબવત્ થઈને પડવાનું હતું, લઘુપતન કે તેના ઉપર બેસીને તેની આંખ ઠેલતે હોય તે દેખાવ કરવાનું હતું, અને તેથી શિકારી હરણને લેવા માટે કાચબાને નીચે મૂકે તે વખતે હિરણ્યકે તેનું બંધન છે નાખવાનું હતું.