________________
ધમધ-ગ્રંથમાળા : રર :
* પુષ્ય મંથરકે કહ્યું. “અન્ય સ્થળે ભય હેય તે અહીં રહે. આ લીલું કુંજાર વન છે, તેમાં ચારે ચરજે અને આ શીતળ જળથી ભરેલું સુંદર સરોવર છે, તેનું પાણી પીજે.”
| ચિત્રાંગે કહ્યું: “તમારી સજજનતાને ધન્ય છે! જે બધા તમારા જેવા ભલા અને માયાળુ હોય તે કેવું સારું? તમારી સાથે રહેવાનું મને ખૂબ જ ગમે. પણ તમે મારા મિત્ર બની તે અહીં રહી શકાય; કારણ કે આ અજાણ્યા પ્રદેશમાં બીજા કોઈ જોડે મારે ઓળખાણ નથી.” | મંથરકે કહ્યું: “હરણભાઈ ! તમે ઘણુ નિખાલસ અને ભલા દેખાઓ છે, તેથી તમારી સાથે મિત્રતા રાખવામાં અમને કોઈ જાતનો વધે નથી. અત્યારથી જ તમે અમારા મિત્ર.”
લઘુપતક કાગડે, હિરણ્યક ઊંદર, મંથરક કાચબો અને ચિત્રાંગ મૃગ એ ચારે જણા પરમ મિત્ર બનીને ત્યાં રહેવા લાગ્યા. એવામાં એક દિવસ એવું બન્યું કે–એડા સમય સુધી ચિત્રાંગ પાછો ફર્યો નહિ. તેથી બધા મિત્રે આકુળવ્યાકુળ બની ગયા અને તેનું શું થયું હશે?' તે વિચાર કરવા લાગ્યા. આખરે લઘુપતનકે તેની ભાળ કાઢી લાવવાનું માથે લીધું અને તે આકાશમાં ઊડીને ચારે તરફ જોવા લાગ્યું. ત્યાં એક તળાવના કાંઠે ખીલે બાંધેલા ચામડાના મજબૂત ફસામાં ફસાયેલા ચિત્રાંગને છે. તે જોઈને લઘુપતનકે પૂછ્યું કે “ભાઈ! આવી હાલત શાથી થઈ?”
ચિત્રાંગે કહ્યું: “અત્યારે એ કહેવાનો વખત નથી, માટે