________________
મધ-રંથમાળા : ૨૪ :
આ યોજના મુજબ ચિત્રાંગ આગળ જઈને નદીને કિનારે મડદું થઈને પડયે અને લઘુપતનક તેની આંખ ઠલવા લાગ્યો. આ જોઈને શિકારીએ કાચબાને જમીન પર ફેંક અને હરણને લેવા માટે આગળ વધશે. તે જ વખતે હિરણ્યકે મંથરકનું બંધન કાપી નાંખ્યું અને તે નદીના ઊંડા પાણીમાં સરકી ગયે. અહીં ચિત્રાંગે પણ મંથરકને છૂટે થયેલે જોતાં છલંગ મારી અને વન ભણી નાસી ગયે. લઘુપતનક કાકા કરતે આકાશમાં ઊડ્યો અને હિરણ્યક નજીકના દરમાં પેસી ગયે.
શિકારીએ પાછા આવીને જોયું તે દેરી કાપેલી પડી હતી અને કાચ તેમાંથી અદશ્ય થઈ ગયું હતું.
પછી આ ચારે મિત્રેએ લાંબા સમય સુધી એક-બીજાના સહકારથી ખાધું, પીધું ને મેજ કરી.
તેથી તારા પિતાએ એમ કહ્યું કેઃ “ગામે ગામ ઘર કરજે એટલે કે ઠેકઠેકાણે મિત્ર બનાવજે ” તે સર્વથા યોગ્ય જ છે.
(૬) “દુખ પડે ત્યારે ગંગાને કાંઠે ખેદજે” એટલે તું દુઃખમાં આવી પડે અને દ્રવ્યની જરૂર હોય, ત્યારે ગંગા નામની ગાયને જે ઠેકાણે બાંધવામાં આવે છે, તેની ગમાણુ પાસેનો ભાગ ખેદજે, એટલે તને યથેષ્ટ દ્રવ્ય મળશે. નહિ કે ગંગાનદીના કિનારે ખોદજે કે જે સેંકડો ગાઉ લાંબે છે. અને તેટલા મોટા કિનારે ઠામઠેકાણા વિના ખેદાય જ શી રીતે ? તેથી હે વત્સ! તું ઘેર પાછા ફરીને મારા કહ્યા મુજબ ગંગાગાયની ગમાણ પાસેનો ભાગ બેદી જે, ત્યાંથી તને યથેષ્ટ દ્રવ્ય જરૂર મળશે.”