________________
વીજું ઃ
: ૧૫ :
સાચું અને મેટું આપ મારી સારસંભાળ કરે. હવે આપના વિના આ જગમાં મારું કઈ જ નથી.
આ પ્રમાણે ભેળાની બધી હકીક્ત સાંભળીને સોમદત્ત કહ્યું કે “હે વત્સ! તારા પિતા ઘણું જ અનુભવી અને કાબેલ હતા. તેમણે જે શિખામણે આપેલી છે, તે ઘણી જ સુંદર છે અને તે પ્રમાણે વર્તવામાં આવે તે કઈ પણ દિવસ દુઃખી થવાને વખત આવે જ નહિ. પણ એ શિખામણેનું સાચું રહસ્ય તું સમજે નહિ, બધું જ ઊલટું કર્યું અને તું હેરાન-પરેશાન થઈ ગયે; માટે એ શિખામણનું સાચું રહસ્ય સમજી લે. તે આ પ્રમાણે છેઃ
(૧) “ઘર ફરતી દાંતની વાડ કરજે ” એટલે ઘરની આસપાસ રહેતા લોકો સાથે વાણુને એ વ્યવહાર કરજે કે જેથી બધાં આપણને વાડરૂપ થાય અને આપણું રક્ષણ કરે. જે માણસે પાડોશીઓ જોડે સારાસારી રાખતા નથી અને વાતવાતમાં વહી પડે છે, દંતકલહ કરે છે, તેઓને અનેક પ્રસંગોએ વેઠવું પડે છે અને નહિ ધારેલી મુશીબતે ઉઠાવવી પડે છે. તેથી દાંતની વાડ કરવી-મીઠા શબ્દપ્રયોગોથી રક્ષણની વ્યવસ્થા કરવી એ સર્વથા ઉચિત છે.
(૨) “ દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ” એટલે દ્રવ્ય એવી રીતે આપજે કે આપ્યા પછી તેમની પાસે લેવા જવાને વખત આવે નહિ. આવું ત્યારે જ બને કે જ્યારે સામા પાસેથી પૈસા કરતાં દેટુંબમણું કિંમતનું ઘરેણું ખાનામાં લીધું હોય. એ રીતને વ્યવહાર કર્યા વિના લેકે આપણું