________________
ઘણું ?
* ૧૭ :
સાચું અને મારું શેઠના ઘરમાં કરચાકર ઘણા હતા અને મેમાન-પરેણું આવ્યા જ કરતાં હતાં એ બધાંની સારસંભાળ કરતાં અને દરેકને પૂછેલી વાતને જવાબ આપતાં વહુને ઘડીની પણ નવરાશ રહેતી નહીં. તે કાયમ કામમાં ને કામમાં ગુંથાયેલી જ રહેતી. પછી શેઠની પ્રેરણાથી ડેસીએ વહુને એકાંતમાં બોલાવીને કહ્યું કે “તમારા માટે કોઈ પુરુષને લઈ આવું?”
તે સાંભળી વહુએ જવાબ આપે કે “અરે ડોશીમા ! મને તે ઘડીની પણ ફુરસદ મળતી નથી. રાત્રિ પડે છે અને સૂવાનો સમય થાય છે, ત્યાં તે થાકીને લોથપોથ થઈ જાઉં છું. એટલે ઊંઘ સિવાય બીજી કોઈ વસ્તુની ઈચ્છા થતી નથી માટે તમારે એ વાત ભૂલી જ જવી. હવે ફરીને કયારેય પણ તે સંભારશે નહિ.”
ડોશીએ તે વાત શેઠને કરી એટલે શેઠને ઘણી જ શાંતિ થઈ એવામાં તે સ્ત્રીનો પતિ પરદેશથી ઘણું ધન કમાઈને ઘેર આવી ગયું અને તે સ્ત્રી પોતાના પતિ સાથે યથેષ્ટ સુખ ભેગવવા લાગી.
માટે સ્ત્રીને બાંધી મારવી” એટલે કામકાજથી પરવારેલી રાખવી એ સર્વથા એગ્ય છે.
(૪) “હમેશાં મીઠું જમજે” એટલે કેઈ પણ ભેજનને મીઠું કરીને જમજે, કોઈ પણ ભોજન મીઠું ત્યારે જ લાગે છે કે જ્યારે ભૂખ કકડીને લાગી હોય. ગમે તેવું સ્વાદિષ્ટ ભજન પણ વિના ભૂખે મીઠું લાગતું નથી. જેઓ ખરી ભૂખ વિના