________________
ત્રીજું
L: ૧૯ : સાચું અને બેટું - તે સાંભળીને એક કબૂતરે કહ્યું. “ઘરડા માણસો તે દરેક વખતે ડર બતાવ્યા જ કરે, તેથી શું આપણે કઈ કામ કરવું જ નહિ? જો એમ કરીએ તે દાંત અને અન્નને વેર થાય માટે હિમ્મતથી કામ લે અને દૂધ જેવા સફેદ ચેખાના દાણા ચણીને મેજ ઉડાવે.” એટલે બધા કબૂતર નીચે ઉતર્યા અને જેવા ચેખાના દાણા ચણવા ગયા, તેવા જ જાળમાં સપડાઈ ગયા. આવું અનિષ્ટ પરિણામ આવવાથી તેઓ પેલા જુવાન કબૂતરને ઠપકો આપવા લાગ્યા કે “તારા દેઢડહાપણથી જ આ ખરાબી ઊભી થઈ છે. ”
તે સાંભળીને ચિત્રગ્રીવે કહ્યું કે “ભાઈએ ! આ સમય લડવાને કે વાદવિવાદ કરવાનું નથી. જો તેમ કરશે તે હમણું જ શિકારી આવી પહોંચશે અને આપણે બધા પકડાઈ જઈશું માટે જરા પણ સમય ગુમાવ્યા વિના બધા એકી સાથે બળ કરે જેથી આપણે આ જાળ સાથે જ આકાશમાં ઊડી જઈશું.”
બધા કબૂતરોએ તેમ કર્યું તે જાળના ખીલા ઉખડી ગયા અને તેઓ જાળ સાથે આકાશમાં ઊડવાને શક્તિમાન થયા. આ જોઈને શિકારી નિરાશ થઈને ચાલ્યા ગયે અને પેલે લઘુપતનક નામને કાગડો “હવે શું બને છે?” તે કૌતુક જેવાના હેતુથી તેમની પાછળ ગયે.
કેટલુંક ઊડ્યા પછી ચિત્રગ્રીવે કહ્યું કે “ભાઈએ ! હવે આપણે ભયમાંથી સદંતર મુક્ત થયા છીએ, માટે આ નીચે વહી રહેલી ગંડકી નદીના કિનારે ઉતરે. ત્યાં હિરણ્યક નામને ઊંદરને રાજા રહે છે, તે આપણે મિત્ર હોવાથી આપણને