________________
માધ-ચંથમાળા : ૧૮ : કાય છે કે મીઠાઈઓને ખાવાથી જાડા અથવા શક્તિવાળા જવાશે એમ માનીને તેનું વારંવાર સેવન કરે છે, તેમની જઠર બગડે છે અને અપચ થાય છે. તે અપ જ સર્વ રોગનું મૂળ છે. આયુર્વેદના લાખ શ્લોકોને સાર એ જ છે કે પહેલાનું
મેલું બરાબર પચી જાય પછી જ બીજું ભજન કરવું. તેથી મીઠું જમવાનો અર્થ “લાડુ, બરફી, પેંડા, મેસુર, મગજ, મેહનથાળ, ગુલાબજાંબુ, ગગન ગાંઠિયાં' વગેરે ઉડાવવાનું નથી, પણ ખરી ભૂખે ખાવાને છે, તેથી “હમેશાં મીઠું જમજે” એમ કહ્યું તે સર્વથા યેગ્ય છે.
(૫) “ગામેગામ ઘર કરજે” એટલે અનેક ઠેકાણે મિત્રે બનાવજે કે જે સમય આવ્યે ઉપયોગી થાય. તે માટે એક વાત કહું તે સાંભળ.
દાવરી નદીના કિનારે શિમળાનું મોટું ઝાડ હતું. તેમાં લઘુપતનક નામને એક કાગડો રહેતું હતું. તેણે એક દિવસ સવારમાં કોઈ શિકારીને જોઈને વિચાર્યું કે “આજનો દિવસ જરૂર ખરાબ જો, કારણ કે સવારના પહેરમાં કાળમુખાનું મેં જોયું છે.” તેવામાં એ શિકારીએ ચેખાના દાણા વેરીને જાળ પાથરી અને થોડેક દૂર સંતાઈ બેઠો. હવે થોડી વારે આકાશમાં ઊડતા કેટલાક કબૂતરેએ એ દાણા જેયા અને તેથી નીચે ઉતરીને તેને ચણવાને વિચાર કર્યો. તે જોઈને ચિત્રગ્રીવ નામના તેમના વયેવૃદ્ધ સરદારે કહ્યું કે “ભાઈએ! જે કામ કરે તે વિચારીને કરજે. આ નિર્જન જંગલમાં અનાજ કેવું? અને
જ્યાં અનાજને સંભવ નથી ત્યાં ચોખાના દાણા કેવા? એટલે તેમાં શંકાનું કારણ છે.”