________________
ધમબોધ-ગ્રંથમાળા : ૧૬ : ઘર પૂછતાં આવે નહિ અને લીધેલું પાછું આપી જાય નહિ. તેથી “દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ” લેવા જવું પડે તે પ્રસંગ ઊભું કરીશ નહિ, એમ કહ્યું તે સર્વથા ઉચિત છે.
(૩) “સ્ત્રીને બાંધી મારજે” એટલે તેને કામમાં એવી રીતે પરવી દેજે કે જેથી તેને બીજા કેઈ નબળા વિચારો આવે નહિ. તે પર એક દૃષ્ટાંત કહું તે સાંભળ.
- શ્રીપુર નગરમાં જિનદત્ત નામને એક શેઠ વસતે હતે. તેનો માટે પુત્ર પરદેશમાં કમાવા ગયે. હવે તેની ભાર્યા શ્રીમતી પતિને દીર્ઘ વિગ થવાથી કામાતુર થઈ. એટલે તેણે પિતાની પાસે રહેનારી એક વિશ્વાસુ ઘરડી સ્ત્રીને કહ્યું કે “મને કામવિકાર બહુ થયે છે, માટે કઈ પુરુષને બોલાવી લાવ.” - ડેશી સમજી ગઈ કે શેઠની આ પુત્રવધૂ મોટા ભાગે નવરી રહે છે, તેથી તેને આ દુષ્ટ વિચાર આવ્યો છે. એટલે તે ડોશીએ તેના સસસને એકાંતમાં બોલાવીને કહ્યું કે “હવે વહનું મન વશ રહેતું નથી. વૈવનવતી સ્ત્રી નવરી રહે તે એ શિયળ કેમ પાળી શકે? માટે તે સંબંધી વિચાર કરીને યોગ્ય લાગે તે ઉપાય કરે.”
સસરે સમજુ હતું. તેણે દીર્ધ વિચાર કરીને ઘરના સર્વ માણસેને ભેગા કર્યા અને પિતાની સ્ત્રી પર કૃત્રિમ ગુસ્સે કરીને કહ્યું કે “હવેથી તમારે તમામ કામ વહુને પૂછીને કરવું. પૈસા ટકા જે જોઈએ, તે તેની પાસેથી માંગી લેવા.” આ પ્રમાણે બધાની સમક્ષ તેણે ઘરને સઘળો કારભાર વહુને સેં.