________________
ધર્મબોધ-ચંથમાળા : ૧૪ :
: પુષ્પ દ્રવ્ય પાછું આપવા આવ્યું જ નહિ અને મારું બધું લેણું ખોટું થયું.
મારા પિતાશ્રીએ ત્રીજું એમ કહ્યું હતું કે “સ્ત્રીને બાંધી મારજે.” તે પ્રમાણે મેં સ્ત્રીને બાંધીને મારી, તે મારાથી નારાજ થઈને તે પિતાને પિયર ચાલી ગઈ અને ઘરમાં હું એકલો જ રહ્યો.
મારા પિતાશ્રીએ ચોથું એમ કહ્યું હતું કે “હમેશા મીઠું જમજે.” તે પ્રમાણે હમેશાં હું લાડુ, બરફી, પેંડા, મેસુર, મગજ, મેહનથાળ, ગુલાબજાંબુ, ગગન ગાંઠિયા વગેરે મીઠાઈઓ ખાવા લાગ્યો. એટલે મારા શરીરમાં અનેક પ્રકારના રોગો ઉત્પન્ન થયા. | મારા પિતાશ્રીએ પાંચમું એમ કહ્યું હતું કે “ ગામે ગામ ઘર કરજે.” તે પ્રમાણે મેં ઘણા ગામમાં જમીન ખરીદી અને ત્યાં ઘરે બંધાવ્યાં. પણ એમ કરતાં બધાં ઘરો લોકોએ કઈને કઈ પ્રકારની તકરાર ઊભી કરીને બથાવી પાડ્યા. હું એકલે બધે ક્યાંથી પહોંચું?
મારા પિતાશ્રીએ છછું એમ કહ્યું હતું કે “દુઃખ પડે ત્યારે ગંગાને કાંઠે ખેદજે.” તે પ્રમાણે, દુઃખ પડતાં મેં ગંગાને કાંઠે અનેક ઠેકાણે ખોદ્યો પણ ત્યાંથી કાંઈ પણ દ્રવ્ય મળ્યું નહિ અને મારે બધે પરિશ્રમ ફેગટ ગયે.
મારા પિતાશ્રીએ સાતમું એમ કહ્યું હતું કે “સંદેહ પડે તે પાટલીપુત્ર જઈ મારા મિત્ર સોમદત્તને પૂછજે.” તે પ્રમાણે મને સંદેહ પડતાં હું આપની પાસે આવ્યું છું, માટે