________________
ત્રીજું કે
: ૧૩ : સાચું અને એક આ પ્રમાણે શિખામણનું પરિણામ બૂરું આવવાથી ભેળાના મનમાં સંદેહ ઉત્પન્ન થયે કે “પિતા બહુ શાણા હતા અને મારું નિરંતર ભલું ચાહનારા હતા. તે મને ખેટી શિખામણે કેમ આપે? માટે મારી ભૂલ તે નહિ થઈ હોય?” એટલે તે પાટલીપુત્ર નગરે ગયે અને તેના પિતાના મિત્ર સમદત્તને મળે.
સમદર તેને ઉચિત આદરસત્કાર કરીને પૂછ્યું કે “હે વત્સ! તું બધી વાતે કુશળ તે છે ને ?'
તે વખતે ભેળાએ જવાબ આપે કે “વડીલશ્રી ! મારા પિતાની શિખામણને સાચી માનીને મેં તે મુજબ વર્તન કર્યું, તે હું નિર્ધન અને દુઃખી દુઃખી થઈ ગયે, માટે હવે આપ રસ્તો બતાવે કે મારે શું કરવું ?'
સોમદત્તે કહ્યું: “ભાઈ ભેળા ! તારા પિતાએ શું શું કહ્યું હતું અને તેને અમલ તે કેવી રીતે કર્યો તે મને કહી બતાવ; પછી મારે જે કાંઈ કહેવું ઘટશે તે કહીશ.”
ભેળાએ કહ્યું: “મારા પિતાશ્રીએ એમ કહ્યું હતું કે “ઘર ફરતી દાંતની વાડ કરજે.” એટલે મેં હજારે રૂપીઆ ખચીને હાથીદાંત મંગાવ્યા અને તેથી મારા ઘર ફરતી વાડ કરાવી. પણ લોકો એને કાઢી ગયા અને મારા પૈસાનું પાણી થયું. | મારા પિતાશ્રીએ બીજું એમ કહ્યું હતું કે “દ્રવ્ય આપીને લેવા જઈશ નહિ.” તે પ્રમાણે લેકેને દ્રવ્ય આપીને હું લેવા ગયે નહિ. પરંતુ તેમ કરતાં કંઈ પણ માને જ લીધેલું