________________
ધર્મબોધ-ગ્રંથમાળા : ૧૦ :
પુષ્પ નિર્ણય–તેથી મારા ઉપરના અનુમાનમાં જ ખામી હોવાને સંભવ છે.
વિવેક–એ ખામી કયાં હશે? શું તેણે વાપરેલા શબ્દોના અર્થો મારા સમજવામાં નહિં આવ્યા હોય ? ઘણી વખત તેવું બને છે,
નિર્ણય–તેથી મેં અર્થો સમજવામાં ભૂલ કરી હોય તેમ જણાય છે.
વિવેક-શબ્દનો અર્થ ભાષા પ્રમાણે અને ભાવ પ્રમાણે થઈ શકે છે. તેમાં ભાષા પ્રમાણે વાત બંધબેસતી આવતી નથી.
નિર્ણય–તેથી અહીં ભાવ પ્રમાણે વિચાર કરે ગ્ય લાગે છે.
વિવેક-ભાવ પ્રમાણે અર્થે વિચારીએ તે તરણું એટલે ઘણું નાનું કે નજીવું અને ડુંગર એટલે ઘણું મોટું કે મહાન. આ નિર્ણય–તેથી નાનાની પાછળ ઘણું મોટું છુપાયેલું હોય છે તેમ કહેવાનો આશય જણાય છે.
વિવેક–નાના બનાવની પાછળ મેટું રહસ્ય છુપાયેલું હોય છે એ હકીકત ઘણી વખત જેવામાં આવે છે.
નિર્ણય–તેથી અહીં પણ તે જ અર્થ સંગત જણાય છે. - વિવેકા-દરેક ઘટનાની પાછળનું મહાનું રહસ્ય મનુષ્ય સમજી શકતા નથી.