Book Title: Sachu Ane Khotu Syadvad Author(s): Dhirajlal Tokarshi Shah Publisher: Muktikamal Mohan Granthmala View full book textPage 8
________________ ત્રીજું : : ૩ : સાચું અને હું ખરો કે “મને ગમે તે શાક આપ, કારણ કે બધું જ સરખું છે?” કદી તે એમ કહે તે સંભવ છે કે તેની થેલીમાં કૂણી કાકડી, તાજાં તુરિયાં કે પાકેલાં ટામેટાને બદલે ઘરડે ગવાર, વાસી ગલકાં કે ઉતરી ગયેલી દૂધી આવી પડે; કારણ કે ગમે તેમાં એ બધાં શાકને સમાવેશ થાય છે. કઈ કાપડ લેવા જનાર કાપડિયાને કદી એમ કહે છે ખરો કે “મને તું ગમે તે કાપડ આપ, કારણ કે બધું જ સરખું છે?” કદી તે એમ કહે તે સંભવ છે કે તેના હાથમાં પહેરણ, ડગલા અને ટેપીનાં કાપડને બદલે ચોળી, ચણિયા અને સાડીનું કાપડ આવી પડે, અથવા તે શરબતી મલમલ અને સેનાને સ્થાને ઘેડા છાપને માદરપાટ કે બગસરાને ચાતારે ચાફાળ રજૂ થાય; કારણ કે ગમે તે કાપડમાં એ બધાંને સમાવેશ થાય છે. કોઈ આગગાડીને મુસાફર સ્ટેશન માસ્તર કે ટિકીટ આપનારને કદી એમ કહે છે ખરો કે “મને ગમે તે સ્ટેશનની ટિકીટ આપે, કારણ કે બધાં જ સ્ટેશન સરખાં છે?” અને કદી કહે તે સંભવ છે કે તેને વડેદરાને ઠેકાણે વઢવાણ જવું પડે, અમદાવાદના સ્થળે અહમદનગર ઉતરવું પડે અને પુનાને બદલે પાંચેરા પહોંચવું પડે; કારણ કે ગમે તે સ્ટેશનમાં એ બધાંને સમાવેશ થાય છે. એટલે બધું જ સરખું છે કે બધું જ સાચું છે એમ માનવાથી કઈ પણ વ્યવહાર સફલ થતું નથી. જે બધું જ ખોટું હોય તે ખાવાને, પીવાને, હરવાને કોઈ એમ કે બધાં ૧Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 ... 104