Book Title: Rushibhashitani Part 1
Author(s): 
Publisher: Jinshasan Aradhana Trust

View full book text
Previous | Next

Page 12
________________ - વૈવિભાષિતાનિ – 23 સંપાદકનો નિર્દેશ લહિયાની ક્ષતિ પ્રત્યે પણ હોઈ શકે. પણ જ્યાં પોતાની જ ક્ષતિ છે. ત્યાં નિશ્ચયપૂર્વકની સુધારા કરવાની ચેષ્ટા અત્યંત અનુચિત ઠરે છે. ક્યાંક ક્યાંક બે શ્લોકોના પૂર્વાર્ધ કે ઉત્તરાના અંતર્વિનિમય (અદલી બદલી) કરીને અર્થસંગતિ કરવા પણ તેમણે પ્રયત્ન કર્યો છે. તો ક્યાંક એક શ્લોકમાં પણ બે સ્વતંત્ર વાક્યો હોય તેમાં વાક્યચનાને અત્યંત ક્ષતિ પહોંચાડીને દુઃસ્વીકાર્ય બને એ રીતે અંશોના અંતર્વિનિમય પણ કર્યા છે. આ પરિસ્થિતિમાં ઉચિત અર્થઘટનની શક્યતા કેટલી રહે ? તે વિદ્વાનો સારી રીતે સમજી શકે છે. અને જ્યારે પચાવર્તી પ્રકાશનોમાં મોટા ભાગે તેનું જ અનુકરણ થયું છે, ત્યારે બરાબર એવો ઘાટ ઘડાયો છે કે જે વિદ્યાર્થીએ પરીક્ષામાં ખોટા જવાબો લખ્યા હોય, તેમાંથી કોઈ બીજો વિદ્યાર્થી કોપી કરે, આ કારણે પણ ઉપલભ્યમાન અનુવાદો આ સૂત્રના તાત્પર્યને પામવાના સંપૂર્ણ સાધન બની શક્યા નથી. જો કે પં. શ્રી અમૃતલાલ ભોજકે કેટલાક સ્થળોએ મધ્યસ્થપણે પાઠ સંપાદિત કરવા પ્રયત્ન કર્યો છે. પણ જ્યાં તેઓ હસ્તાદર્શના પાઠની સંગતિ ન કરી શક્યાં, ત્યાં તેમણે પણ શુબિંગના (પ્રાય:) કલ્પિત પાઠનું અનુકરણ કર્યું છે. અને એવા પણ સંખ્યાબંધ સ્થળો છે. પ્રસ્તુત પ્રકાશનના પાઠભેદોનું નિરીક્ષણ કરશો એટલે ખ્યાલ આવશે કે એવા ઢગલાબંધ સ્થળો છે કે જ્યાં સર્વ મુદ્રિત-પ્રકાશનોમાં અલગ પાઠ છે, અને સર્વ હસ્તાદર્શોમાં અલગ પાઠ છે. તાત્પર્ય સ્પષ્ટ 24 आर्षोपनिषद् - અનુચિત અંતર્વિનિમય અને અશુદ્ધિઓથી આ આગમસૂત્ર લાંબો સમય સુધી વિસંસ્થલ દશામાં પડી રહ્યું. વિદ્વાન મહાત્માઓ પણ તેનું સંપૂર્ણ અધ્યયન ન કરી શક્યાં. તેની વ્યથાથી એ પરિસ્થિતિનો ચિતાર માત્ર રજુ કર્યો છે. એક મહાવિદ્વાન આચાર્ય ભગવંતે પણ મને કહ્યું હતું કે “મેં ઋષિભાષિત સૂત્ર વાંચ્યું હતું. પણ મને એમાં ખબર ન પડી.” કેટલોક અંશ દુરુહ છે એ વાત સાચી પણ અશુદ્ધિઓને કારણે પણ આ સૂત્રની દુર્હતા વધી ગઈ છે. એ વાત પણ નકારી શકાય તેવી નથી. પ્રસ્તુત પ્રકાશનમાં ૧૩ હસ્તાદર્થોનો ઉપયોગ કરવા સાથે સંશોધન કરવામાં આવ્યું છે. માત્ર હસ્તાદર્થોનો પાઠ લઈને આગળ ચાલવાનું ન હતું. સાથે પ્રકરણ, તાત્પર્ય આદિને અનુરૂપ અર્થઘટન કરતી ટીકાનું પણ સર્જન કરવાનું હતું. અનેકાનેક સ્થળોએ જાણે અગ્નિપરીક્ષા થઈ, તીવ પરિશ્રમ પણ કર્યો. અનેક કોષો અને વ્યાકરણ ગ્રંથોને ઉથલાવ્યા. પર્યાપ્ત માનસિક વ્યાયામ કર્યો. જાણે પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓ મને સહાય કરતાં ગયા, અને સંશોધન તથા સર્જન પ્રગતિ કરતું રહ્યું. ઋષિભાષિતસૂત્રમાં એવા પણ અધ્યાયો છે કે જેના પદાર્થ ઉત્તરાધ્યયનસૂત્ર, સૂત્રકૃતાંગસૂઝ, સ્થાનાંગસૂમ, ભગવતીસૂત્ર, જ્ઞાતાધર્મકથાસૂત્ર આદિ આગમોમાં ઉપલબ્ધ થાય છે, અનેક સ્થાનોમાં તો શાબ્દિક સામ્ય પણ છે. આવા સ્થાનોમાં તે તે આગમોની વૃત્તિને આધારે તે તે શબ્દની વ્યાખ્યા કરી છે. જે શબ્દ આગમિક છે, પ્રાચીન ટીકાકાર મહર્ષિઓએ તેનો જે અર્થ કર્યો છે, ગીતાર્થ પરંપરાએ જે અર્થનો અંગીકાર કર્યો છે, તે અર્થને અહીં યથાવત્ પ્રસ્તુત કર્યો છે. - જે જે પ્રત્યેકબુદ્ધ મહર્ષિઓના ચરિત્રો ઉપલબ્ધ થઈ શક્યા તેમના સંક્ષિપ્ત ચરિત્રોનો પણ ટીકામાં સમાવેશ કર્યો છે. આ રીતે સંશોધન અને સર્જનનું કાર્ય સંપન્ન થયું. છતાં પણ છઘસ્થતા, મંદબુદ્ધિ, આદિને કારણે તેમાં ક્ષતિઓ થઈ જ હશે, જેનો નિર્દેશ કરવા માટે બહુશ્રુતોને મારી નમ્ર પ્રાર્થના છે. ઉપરોક્ત સર્વ પ્રકાશનોના સંપાદકોએ ઘણા પરિશ્રમપૂર્વક સંપાદન કર્યું હશે. અહીં કોઈને અાજ્ઞ કહેવાનો આશય નથી. એક આગમસૂત્રના અધ્યયન-અધ્યાપનમાં ઓછા થતા અંશે ઉપયોગી સાધન આપવા દ્વારા તેના અધિકારી શ્રમણવર્ગને તેઓ સહાયભૂત થયા છે. તેમાં કોઈ શંકા નથી. પણ અનુકરણ, અજ્ઞાન, અસદ્ અર્થઘટન,

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 141