________________ ફોટોગ્રાફ્સ ગુજરાત રાજય પુરાતત્ત્વખાતાના સૌજન્ય અને સહાયથી રજુ કર્યા છે. પુરાતત્ત્વ નિયામક શ્રીયુત યદુબીરસિંહ રાવતનો ખાતાકીય આર્થિક અનુદાન માટે આભાર માનવામાં આવે છે. તો ખાતાના પૂર્વ પ્રકાશન અધિકારી શ્રીમતિ ઇલાબહેન દવેએ પ્રાચીના વહેલી તકે પ્રસિદ્ધ થાય માટે જહેમત ઉઠાવી છે. પ્રો.સન્મિત્ર ડૉ.જિતેન્દ્ર શાહે પોતાનું જ પુસ્તક હોય એવો રસ લીધો છે અને વ્યસ્ત પરિસ્થિતિમાં ગ્રંથ માટે પ્રકાશકીય લખી આપેલ છે. આ માટે લેખક એમનો ઋણભાર સ્વીકારે છે. કાલેશ્વરીની નાલ સ્થળનો ગૂગલ આધારીત એરિયલ ફોટોગ્રાફ્સ તેમજ અહીંના સ્મારકોના અદ્યતન આર્કિટેક્ટર ડ્રોંઈગ્સ વગેરે અન્વયે વડોડરા પાસેની પારુલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ આર્કીટેક્ઝરલ એન્ડ રીસર્ચ સંસ્થાનો, વિદ્યાર્થીઓનો અને ખાસ તો ઇન્સ્ટિટ્યૂટના આર્કિટેક્ટ-પ્લાનર પ્રો.મૌલિક હજરનીસે ગ્રંથમુખપૃષ્ઠ શણગાર કરી આપેલ છે. પિતાશ્રી ગજાનન હજરનીસ અને માતુશ્રી વિમળાબહેન જેવા સ્વજનોના ઋણનો અનુગ્રહી છું. નાની બહેન Prof. Prachi S. Chitnis, Potomac college, Virginia, U.S.A. થી વહેલી તકે પ્રકાશિત થાય માટે સતત ઉઘરાણી ચાલુ રાખેલ જે પ્રોત્સાહક બની રહી. પત્ની સૌ.માલતી રાજે, સુપુત્રી સૌ. શેફાલી નાયણે અને સુપુત્ર મૌલિકના સહકારથી આ કઠીન કાર્ય સાકાર થયું. આ સાથે એલ.ડી.ઇન્સ્ટિટ્યૂટ ઑફ ઇન્ડોલોજી, અમદાવાદના સ્ટાફની સહાય અર્થે નોંધ લઉં છું. અંતમાં સંશોધનમાં સદાય ગળાડુબ રહેનારા મારા આત્મિય પ્રો.મધુસૂદન ઢાંકીએ ગ્રંથનું આમુખ લેખી આપેલ છે. જેનાથી ગ્રંથમૂલ્ય વધી ગયાનું હું નમ્રપણે માનું છું. છેલ્લે સમયની ઉણપને લીધે રહી ગયેલી ક્ષતીઓ માટે ક્ષમાપાર્થી છું. વાચકોના રચનાત્મક સૂચનોને આવકારું છું. વસંતપંચમી, વિ.સં. 2070 રવિ હજરનીસ ડી/૧૦, શ્રીમધુરમ્ એપાર્ટમેન્ટ ચાણક્યપુરી ચાર રસ્તા પાસે, ન્યુસમા રોડ, વડોદરા-૩૯૦૦૦૮ M : 9998763744 13 1