________________ 18. મેવડની વિષ્ણુપ્રતિમા મુખત્વે ત્રીદેવો એટલે બ્રહ્મા, વિષ્ણુ અને શિવ છે. બ્રહ્માજી સર્જનહાર તો શિવજી સંહારના દેવ છે અને વિષ્ણુ પાલનહાર છે. વિષ્ણુ સમસ્ત બ્રહ્માંડના આપણી માન્યતા અનુસાર ચૌદ બ્રહ્માંડના તેઓ પાલક નિયંતા છે. ઋગ્વદના સૂક્તો પરથી વિષ્ણુનું આદ્યસ્વરૂપ સૂર્યમાંથી પ્રાદુર્ભાવ પામ્યુ હોય એમ લાગે છે.' વિષ્ણુની પ્રાપ્ત કેટલીક પ્રતિમાઓમાં એમણે ધારણ કરેલા મુકુટની બન્ને તરફ સૂર્યકિરણો બતાવવામાં આવ્યાં છે અને એ રીતે એ આદિત્યનું જે એક સ્વરૂપ હોવાનું સૂચક રીતે દર્શાવ્યું છે. સમય જતાં સૂર્યપૂજા વિષ્ણુપૂજામાં ફેરવાઈ, અને તેરમા શતક પછી તો પ્રમાણમાં સૂર્યમંદિરો ઓછા બંધાવા લાગ્યાં. પુરાણકાલ સુધીમાં તો વિશ્વનિયતા તરીકે વિષ્ણુનું અત્યંત મહત્ત્વપૂર્ણ સ્થાન નિશ્ચિત થઈ ચુક્યું હતું. સાંપ્રદાયિક ધાર્મિક એકતાની તત્કાલની જરૂરીયાતની એષણામાં બે, ત્રણ કે ચાર દેવોના સંયુક્ત સ્વરૂપનો વિકાસ થતો ગયો. આ પરિપ્રેક્ષ્યમાં સમય જતાં આ સંયુક્તરૂપ સ્વતંત્ર તરીકે સ્થાન પામ્યું અને આથી ધર્મ તેમજ ધાર્મિકગ્રંથોમાં એમની ઉપાસના અને વ્રત વગેરે આપવામાં આવ્યાં અને આથી ધાર્મિકસંપ્રદાયિક અને સામાજિક એકતા આવી અને આમ વિષ્ણુ-શિવનું સંયુક્તરૂપ હરિહર, બ્રહ્મા, વિષ્ણુ અને શિવનું હરિહરપિતામહ અને સૂર્ય, બ્રહ્મા, વિષ્ણુ તેમજ શિવનું સંયુક્ત સ્વરૂપ હરિહરપિતામહાર્ક અથવા બ્રહ્મશાનજનાર્દનાર્ક કહેવાયું. આ તમામની આથી વધુ વિગતો અસ્થાને છે. ઉપરોક્ત વિવેચનાથી વિષ્ણુપૂજા પ્રાચીનકાળથી પ્રચલિત હોવાનું સહેજે સમજાય છે. ગુજરાતમાં ગિરિનગર (જૂનાગઢ)નું વિષ્ણુમંદિર ઈ.સ. 455 કે કંઈક પહેલાંના સમયનું હોવાના નિર્દેશ મળેલાં છે. રૂપવિધાન કે મૂર્તિવિધાન મુજબ હેમાદ્રિ અને વિષ્ણુધર્મોત્તરકારે દ્વિબાહુ વિષ્ણુને લોકપાલવિષ્ણુ કહ્યાં છે. મધ્યકાલીન સમયની સામાન્યરીતે મળતી વિષ્ણુપ્રતિમાઓ ચતુર્ભુજ હોય છે અને એમના ચારે હાથમાં શંખ, ચક્ર, ગદા અને પદ્મ પ્રહેલાં હોય છે. જેના ક્રમે હોય છે. રૂપમંડનમાં આ ક્રમાનુસાર મુજબ ચોવીસ ભેદ છે. જે પ્રમાણે એ ચતુર્વિશતિ સ્વરૂપો ગણાય છે. રાજ્ય પુરાતત્ત્વખાતાની ગામે ગામની સર્વેક્ષણ યોજના કાર્યક્રમ હેઠળ મહેસાણા જિલ્લા સર્વે ચાલતો હતો. ત્યારે મેવડ ગામે ચતુર્વસ્ત વિષ્ણુની એક મનોહર મૂર્તિ જોવા મળી હતી. ગામ લોકો દ્વારા અહીં પૂજન અર્ચન અને સંરક્ષણનું ધ્યાન રખાય છે. પરિકર સહિતની આ પ્રતિમા કોઈ અતીતના વૈષ્ણવ મંદિરની ઉપાસ્યમૂર્તિ હોવા અંગે કોઈ શક નથી.