________________ નગરા-ખંભાતની બ્રહ્મદેવ પ્રતિમાં 99 પોતાના સ્વતંત્રપંથ અને ઉપાસકોના અભાવે બ્રહ્માજી એ સામે ઢીક ના ઝીલી શક્યાં હોય અને એમની ઓસરતી લોકપ્રિયતામાં પૌરાણીક કથાનકોએ પણ ભાગ ભજવ્યો છે. જે લિંગપુરાણમાં બ્રહ્માજીને શિવજીએ આપેલાં શ્રાપની વિગતોમાં આવે છે. આજ પ્રમાણે મત્સ્યપુરાણમાં પણ બ્રહ્માના અસત્ય ઉચ્ચારણ સામે શિવના શ્રાપની વાત છે. જે અંતર્ગત ક્રોધીત શિવ બ્રહ્માજીના મૂળ પાંચ શિરમાંથી એક કાપી નાંખે છે. આ અનુશ્રુતિની અસર પણ સમાજમાં પડી હોય.૧૪ ઉપરોક્ત સામાજિક અને ધાર્મિક પરિસ્થિતિમાં પણ પશ્ચિમ ભારતના ગુજરાત અને રાજસ્થાનમાં બંધાયેલા બ્રહ્માના મંદિરો બ્રહ્માની મળતી મૂર્તિઓ અસાધારણ બાબત છે. દેવની ઉપાસ્ય, મંદિરો પરની ખત્તકમંડિત અને સાવિત્રી સાથેની યુગલ પ્રતિમાઓ આ ભૂ-વિસ્તારે મધ્યકાલ સુધી બ્રહ્મપૂજા ચાલુ રહ્યાનું સૂચવી જાય છે. આ અંતર્ગત રાજસ્થાનમાં પુષ્કર અને ગુજરાતના ખેડબ્રહ્માના પ્રાસાદ વિખ્યાત છે. આ અતિરિક્ત કામરેજના નારદ-બ્રહ્મા મંદિરની ઉંચા ભાસ્કર્ષવાળી બ્રહ્મદેવની સેવ્યપ્રતિમાં ઉલ્લેખનીય છે. મહિષાના પંચદેવ પ્રાસાદની દસમી શતાબ્દીની ગણાતી બ્રહ્મ તેમજ બ્રહ્મ પરિવાર પ્રતિમાઓ, દેલમાલ અને નગરા ખંભાતની બ્રહ્મદેવ અને પરિવારમૂર્તિઓ, આ અતિરિક્ત બ્રહ્માજીની વિષ્ણુ, શિવ કે સૂર્યસહ સંયુક્ત પ્રતિમાઓ અને વિપુલ પ્રમાણમાં જોવા મળતી વિષ્ણુ કે શિવમંદિરો પરના ગવાક્ષમંડિત બ્રહ્માજીના શિલ્પો જેમની યાદી વિસ્તાર ભયથી આપી નથી. બ્રહ્મપ્રાસાદે બ્રહ્માનું વિશ્વકર્મા સ્વરૂપ મુકાય છે. વિશ્વકર્મા રૂપે દેવ ચર્તુમુખત્વ અને ચતુભુજત્વ ધરાવે છે અને એમની ચાર ભૂજાઓમાં આગળ જોઈ ગયા મુજબ અક્ષમાલા, પુસ્તક, કુશ અને કમડલું ધારણ કરેલું હોવું જોઈએ. આ સિવાય પૂર્વેથી આઠ-પરિવાર દેવો અને દ્વારપાલકો બતાવવા જોઈએ. તો બ્રહ્મદેવપ્રાસાદ ક્યાં હોવો જોઈએ અને કેવો હોવો જોઈએ એની વિગતો રૂપમંડનકારે આપી છે. 15 તદ્અનુસાર બ્રહ્મમંદિર જ્યાં ચાર માર્ગ ભેગા થાય છે એ ચોકડી કે જેને ચકલા કહેવાય એ સ્થળે બાંધવો જોઈએ. આ અતિરિક્ત બ્રહ્મપ્રાસાદ ચતુષ્કઘાટનો હોવો જોઈએ અને ચાર બાજુએ પ્રવેશદ્વાર હોવા જોઈએ. આ સિવાય બ્રહ્મપ્રાસાદ ઉલ્લેખો અને દેવના એક, ત્રણ, ચાર, કે પાંચ મસ્તકની વિગતો આગમ અને વિષ્ણુધર્મોત્તર આપે છે. અંતમાં આગળ જણાવ્યાં અનુસાર ૧૯૪૭-૪૮માં શ્રી ભાઈકાકા વિદ્યાનગરમાં નગરાથી લાવેલ શ્વેત આરસની છ ફૂટ ઊંચી, સમપાદે ઊભા સ્વરૂપની બ્રહ્મદેવની પ્રતિમાની વિગતો જોઈએ. 17 જવલ્લેજ જોવા મળતી ચર્તુમુખ ધરાવતી ભવ્ય મૂર્તિ છે. જેમાં સન્મુખે ત્રણ અને પાર્થભાગે ચતુર્થ મુખ અધમૂર્તિ કાઢેલું છે. પાછલા ભાગે દેવના દેહયષ્ટિની તમામ લાક્ષણિકતાઓ પણ કંડારી હોવાથી, એ સાધારપ્રાસાદની ઉપાસ્યમૂર્તિ હોવા અંગે કોઈ શક નથી. દેવના ચારે બાહુ ખંડિત છે અને આથી એમાં ગ્રહેલા આયુધો અંગે જાણી શકાતું નથી. ત્રણે મુખ પર શિરે અલંકૃત જટામુકુટ અને દેહ પર યથોચિત આભૂષણો ધારણ કરેલાં છે. લંબગોળ શો મુખભાગ, કારુણ્યપૂર્ણ નેત્રો, વચ્ચેના સન્મુખ મુખમંડલની હેજ તૂટેલી નાસિકા, દાઢીમૂછ, સપ્રમાણ દેહ, કટિવસ્ત્રના ધોતીચીરનો મધ્યેનો લલિત ગોમૂત્રિક તરંગે વહેતો છેડો વગેરે કોઈ ઉચ્ચ