Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 121
________________ 21. રૂપા મહેતાની છત્રીનો લેખ પંચમહાલ જિલ્લાનું તાલુકા મથકનું ગામ લુણાવાડા ચારે તરફ વનરાજી અને ડુંગરોના સાનિધ્યમાં આવેલું છે. ગામની દક્ષિણે કાળકામાતાનો ડુંગર આવેલો હોઈ, તે પર રૂપા મહેતાની છત્રી નામથી ઓળખાતું નાનકડું સ્મારક આવેલું છે. સ્થાનિકોમાં એ “મેઘાજીની છત્રી” નામે પણ ઓળખવામાં આવે છે. સ્મારક પર ચોડેલી શ્વેત આરસની તકતીને લીધે સમાધિ પ્રકારનું મૃત્યુ-સ્મારક હોવાનું જણાય છે. 1 છત્રી આઠ મિશ્રઘાટના સ્તંભો યુક્ત હોઈ, ઉપર ઘૂમટ-કળશ શોભે છે. ઘૂમટની નીચે (Base) અષ્ટકોણ છે. નીચે પાટડા કાઢેલા છે, જે બહાર નીકળતા છાદ્ય બનાવે છે. સમગ્ર સ્મારક રેતિયા પત્થરનું છે, જે કાળના સપાટા સામે ઝીંક ઝીલતું ખંડિત હાલતમાં છે. તકતી પર ગુજરાતી લિપિ અને ભાષામાં કુલ બાર લીટીવાળો લેખ કોતરેલો છે. પ્રત્યેક લીટીમાં ચારથી પાંચ અક્ષરો છે. જ્યારે કે છેલ્લી પંક્તિમાં ત્રણ અક્ષરો છે. આ લેખ ઇતિહાસને ઉપયોગી છે. અદ્યાપિ ઓછા જાણીતા આ લેખની વિગતો અહીં રજૂ કરી છે. ઇ.સ. ૧૮૧૭માં ચાંપાનેર ના 5 વાર બા પુરૂ ઘ નાથે લુણાવા ડા ઉપર ચઢાઈ કરેલી તે પ્ર સંગ સ્વાસ્થાનના બચાવમાં ટે લઢતા સરદાર મેઘરાજ ખપી ગયા તેમને અહિં અગ્નિ સંસ્કાર કરી તેમના સ્મારક તરીકે આ છત્રી બંધાવવામાં આ વી છે. એ જ લડાઈમાં ખપી જના 2 રૂપા વૃજદાસ નg0Q, માં તા ને પણ આ સ્થળે જ અગ્નિ સંસ્કાર થયો હતો. લેખ કોતરનારે લખાણ (Text) તક્તીની જગ્યામાં યોગ્ય રીતે સમાવિષ્ટ ન થતાં અને

Loading...

Page Navigation
1 ... 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142