________________ 20. તંત્ર, યોગિની પૂજા અને ગુજરાત તંત્ર ગૂઢ છે. તંત્રમાર્ગી કૌલ અને કાપલિક પંથ મધ્યયુગમાં ફૂલ્યાફાલ્યા હોવાનું તત્કાલીન સમયના સોમદેવ, હેમેન્દ્ર અને યમુનાચાર્ય જેવા લેખકોના લખાણો પરથી લાગે છે. મત્યેન્દ્રનાથને યોગિનીકૌલપંથના જનક ગણવામાં આવે છે. જે 1000 વર્ષ પહેલા પ્રચલનમાં હતો. તઅનુસાર કૌલ એ શક્તિ અને અકીલ એ શિવ એનો સમરસ એ કૌલમાર્ગ. કૌલ અને વામમાર્ગી કાપાલિકોના પંથની વિધિપૂજા પંચમકારવાળી સરખી છે. પરંતુ કાપાલિકો માનવબલી સાથે સંકળાયેલા ગણાય છે. હિન્દુ ધર્મની જેમ જૈન-બૌદ્ધધર્મમાં પણ તંત્રે પ્રવેશ મેળવ્યો. બૌદ્ધોમાં મૂર્તિપૂજા સ્વીકાર થતા ઉપાસના માટે સાધનામાલા, વજતંત્ર, ચંડમહારોશનતંત્ર, વજીવારાહીતંત્ર અને યોગિની જાલતંત્રનો ઉપયોગ થયો. યોગિનીઓ દુર્ગા અને મહાકાલીની સેવિકાઓ છે. તંત્રમાર્ગમાં યોગિનીપૂજા મહત્ત્વની છે. તેના મંદિરો ભેરાઘાટ(જબલપુર પાસે), ખજુરાહો, રાનીપુર (ઓરિસ્સા) અને કોઈમ્બતુર (તામિલનાડુ)માં આવેલા છે. યોગિની મંદિરના શેષ અવશેષ શાહડોલ (મધ્યપ્રદેશ), દુદાણી (ઉ.પ્ર.) લાખોરી (ઉ.પ્ર.) હીરાપુર (ઓરીસ્સા)થી મળ્યા છે. જ્યારે પ્રતિમાઓ હિંગલાજગઢ, રોખીયાન, દોહ, સતના, મરેસર અને કાવેરીપક્કમથી પ્રાપ્ત થયેલી છે. ખજુરાહોને બાદ કરતાં ઉક્ત બધા જ મંદિરો ખુલ્લા આકાશવાળા એટલે શિખરવીહીન છે. પ્રત્યેક મંદિરમાં 64 યોગિની હોય. ભેરાઘાટમાં 81 યોગિની મૂલચક્ર તરીકે રાજવી કુટુમ્બ માટે અનામત ગણાય છે. ગોરક્ષસંહિતા ૮૧નો આંકડો આપે છે. નામની યાદી અગ્નિપુરાણ, સ્કંદપુરાણ, કાલિકાપુરાણ અને આચાર્ય દિનકર વગેરેમાં મળે છે. કેટલીક વખત શિલ્પ નીચે બેઠક પર નામ કોતરેલું હોય છે. જો કે તાંત્રીક-પૌરાણીક સાહિત્ય અને બેઠક નીચેના નામ યાદી મુજબ સરખા મળતા નથી. જેમાં સ્થાનિક પરંપરા કારણભૂત હોવાનું લાગે છે. યોગિની મૂર્તિ ઉભા સ્વરૂપે, નૃત્ય મુદ્રામાં કે બેઠા સ્વરૂપે લલિતાસને બતાવાય છે. માનવમુખી યોગિની અને પશુમુખી જેવી કે અશ્વમુખી, સર્પમુખી, સિંહી, સસલામુખી, રીંછમુખી, ગજમુખી, વૃષમુખી કે બકરાના મોઢાવાળી યોગિનીઓ હોય છે. બગલામુખી આજે પણ પ્રચારમાં છે. કૌલ-કાપલિક પંથ ખજુરાહો વિસ્તારમાં મધ્યકાળમાં પ્રચલીત હતો. જેના પ્રમાણો ખજુરાહોના મંદિરો પર મળે છે. તેમ આ કાલમાં ગુજરાતમાં પણ તંત્રમાર્ગ યોગિની પૂજા-નાથસિદ્ધયોગીઓના સાહિત્યિક પ્રમાણો અને સ્થાપત્યકીય-શિલ્પના પુરાવાઓ મળે છે. સરસ્વતી પુરાણમાં “સરસ્વતી મંડલ' એટલે કે પાટણ આસપાસના પ્રદેશમાં શક્તિ-યોગિની અને શક્તિપીઠનો ઉલ્લેખ થયેલો છે. તદ્અનુસાર એમાં 108 યોગિની નામ છે અને સહસ્ત્રલિંગના પશ્ચિમોત્તરને શક્તિપીઠ કહેવામાં આવ્યું છે. જૈનગ્રંથ