________________ 106 પ્રાચીન ઉપરોક્ત બાબતને સત્ય તરીકે સ્વીકારવામાં આવે તો લેખ પાછળથી બેસાડ્યાનું કહી શકાય; કારણ કે તેમાં અંગ્રેજી તારીખ છે. ઇ.સ. 1817=1766 વિ.સંવત છે. આ સમય દરમ્યાન સિંધિયા અને હોલ્કર વચ્ચે કોઈ અણબનાવ કે લડાઈ થઈ છે? કારણ કે પેશ્વા, હોલ્કર અને સિંધિયા વચ્ચે આ વર્ષોમાં અણબનાવ હતો. જો એમ હોય તો એમના ઘર્ષણનું પણ આમાં સૂચન જણાય છે. વળી આ સમયમાં ઇ.સ.નો ઉપયોગ સામાન્ય રીતે તત્કાલીન લેખો જોતાં સંભવિત લાગતો નથી; કારણ કે આ વખતે વિક્રમ સંવત અને શક સંવતની નોંધ થતી જોવામાં આવે છે. અને જો આ સ્વીકારવામાં આવે તો ઈ.સ.નો ઉપયોગવાળો આ લેખ ઐતિહાસિક બયાન આપતો હોવા છતાં સમકાલીન ગણવો યોગ્ય લાગતો નથી. જેથી લુણાવાડાના રૂપા મહેતાની છત્રીના લેખ અંગે વધુ સંશોધન અપેક્ષિત છે. પાદટીપ : 4. Sambodhi, Vol.XXIX, 2007, p.171 to 173 pl. on page 173. 2. S. N. Sen Administrative System of Marathas, Maharashtra State, Gazetteers, History, Part-III, p.220. 3. કે. કા. શાસ્ત્રી, લુણાવાડા, ગુજરાતનો રાજકીય અને સાંસ્કૃતિક ઈતિહાસ (સં.) પરીખ - શાસ્ત્રી, ગ્રંથ-૭, મરાઠાકાલ - પૃ.૨૦૧.