________________ રૂપા મહેતાની છત્રીનો લેખ 105 અણઆવડતને કારણે મૂળાક્ષરો-શબ્દો અયોગ્ય રીતે એકથી બીજી પંક્તિમાં છૂટા લખેલા છે. દાખલા તરીકે 5 વાર (પવાર), બા પુરૂ ઘ નાથે (રૂઘનાથે), મા ટે(માટે) માં તા (મહંતા) વગેરે. આ યુગના કોતરનારાઓની લહિયાઓની પદ્ધતિનાં લક્ષણો છે. લેખની ભાષા કરતાં લખાણની ગુજરાતી લિપિ અશુદ્ધ જણાય છે. કોતરનાર કારીગરે પ્રથમ તક્તી જડી દીધેલ હશે અને પછીથી લખાણ (Text) તકતીની જગ્યામાં સમાવિષ્ટ કરવાનો પ્રયત્ન કર્યો છે. આ કારણે અક્ષરોના મરોડ નાના-મોટા થયા છે અને સપ્રમાણતા જળવાઈ નથી. તદુપરાંત અશુદ્ધિઓ પણ જોવા મળી છે. ખાસ ધ્યાન ખેંચતી બાબત તો એ છે કે યોગ્ય માપ સાથે સંકલિત કરેલું લખાણ નથી. જેમ બીજી પંક્તિમાં લુણાવા અને ચોથી પંક્તિમાં ‘ડા” (લુણાવાડા). ત્રીજી પંક્તિમાં “પ્ર અક્ષર લખી છોડી દીધું છે અને ચોથી પંક્તિમાં સંગ પૂર્ણ કરેલ છે. મતલબ કે પ્રસંગ આજ પ્રમાણે ચોથી લીટીમાં મા અને પાંચમી લીટીમાં ટે-(માટે) આઠમી લીટીમાં આ અને નવમી લીટીમાં વી છે - આવી છે). નવમી પંક્તિમાં જના અને દસમી લીટીમાં 2 - જનાર). દસમી પંક્તિમાં મહં અને અગિયારમી લીટીમાં તા (મહંતા). ઉપરોક્ત દોષો ઉપરાંત શબ્દો આઘાપાછા થવાની ક્ષતિ પણ જોવા મળી છે. લેખના અંતમાં પૂર્ણવિરામ બાદ ફૂલભાત કાઢેલી છે. સમગ્ર લેખમાં ઇ.સ. ૧૮૧૭નો સમય ઓગણીસમી સદીનો લાગે છે. જે અનુસાર ચાંપાનેરના મુ વાર બા પુરુધન-રજો (મુવારબાપુ રુધન રજો) એ લુણાવાડા પર ચડાઈ કરેલી ત્યારે યુદ્ધમાં સંસ્થાનના બચાવમાં સરદાર મેઘરાજ ખપી જતાં એટલે કે મૃત્યુ પામતાં એમનો અગ્નિસંસ્કાર કરીને આ સ્મારક છત્રી (મૃત્યુસ્મારક) બંધાવ્યાની હકીકત જણાવી છે. વિશેષમાં આ જ લડાઈમાં ખપી જનાર રૂપાવૃજદાસ નામના મહંતને પણ આ સ્થળે જ અગ્નિદાહ આપ્યાનો ઉલ્લેખ છે. ટૂંકમાં ચાંપાનેરના બાપુની લુણાવાડાની ચડાઈ અને એમાં લુણાવાડા સંસ્થાન માટે લડતાં લડતાં સરદાર મેઘરાજ ખપી ગયા. એમના અગ્નિસંસ્કાર, સ્મારક તેમ જ, મહંતના અગ્નિદાહની વિગતો સાંપડે છે. સ્થાનિક ઇતિહાસની આ અત્યંત ઉપયોગી સામગ્રી હોવા વિશે બે મત નથી, તેમ છતાં આ બાબતે ઐતિહાસિક વિગતો તપાસવી જરૂરી બને છે. આ અનુસાર ઇ.સ. ૧૮૧૬માં લુણાવાડા પર બાલાસિનોરના નવાબ તરફથી તથા ઇ.સ. ૧૮૧૭ના ધારના પવારના બાપુ રંગનાથ નામના સરદારે લુણાવાડા પર સત્યાવીસ દિવસ કબજો જમાવ્યો હતો તથા ૪૦,૦૦૦.૦૦ની ખંડણી ઠરાવીને તેઓ ધાર પાછા ફર્યાનો ઉલ્લેખ કે.કા.શાસ્ત્રીએ કરેલો છે. જે માટે શાસ્ત્રીજીએ મહારાષ્ટ્ર સ્ટેટ ગેઝેટીયર હિસ્ટ્રી પાર્ટ-૩નો આધાર લીધો છે. જો આ બાબતને સત્ય તરીકે સ્વીકારીએ તો પ્રસ્તુત લેખમાં જણાવેલ ચાંપાનેરના બાપુ તરીકે ઉલ્લેખીત રૂધનરજો (રંગનાથ) ધારનો છે. આ જોતાં ઐતિહાસિક વિગત દોષ જણાય છે. પણ સમય દોષ જણાતો નથી. સમગ્ર રીતે જોતાં લેખના અક્ષરો ગુજરાતી લિપિના બોડીયા અક્ષરો છે. જો કે આ સમયે મથાળા બાંધીને લખાણ લખવામાં આવતું એમ ઘણી જગ્યાએ જોવામાં આવ્યું છે, જે પરથી લાગે છે કે ઐતિહાસિક માહિતી સાચવતો લેખ બનેલા બનાવનો અનુકાલીન છે.