________________ તંત્ર, યોગિની પૂજા અને ગુજરાત 103 ભૈરવ પદ્માવતીકલ્પમાં ભરૂચ પાસે 64 યોગિની દેવી મંદિરનો ઉલ્લેખ છે. તેરમા શતકમાં લખાયેલ નાટક “મહારાજપરાજયમાં કોલપંથ અંગે જણાવેલ છે. જે પરથી “શણપલિકા' ગામ જિલ્લો જયપુરરાજસ્થાન એ કૌલ પંથનું ઉત્પત્તિસ્થાન જણાવેલ છે. જયાંથી એનો ગુજરાત પ્રવેશ મનાય છે. ગુજરાતમાં પાલોદર, કામલી આસોજ (ઉત્તર ગુજરાત) અને મંજીપુરા (જિલ્લો ખેડા) યોગિની પૂજાના કેન્દ્રો હતા. ડભોઈ પ્રાચીન દર્ભાવતી અને આખજમાં યોગિની પૂજા પ્રચલનમાં હતી. ટૂંકમાં મધ્યકાળથી યોગિનીપૂજા અસ્તિત્વમાં હોવાનું મળતા મંદિરો અને એના અવશેષો, પ્રતિમાઓ, પટ્ટશિલા પટ્ટ વગેરે પરથી લાગે છે. કિલ્લાના દરવાજા, કુંડના ગવાક્ષમાં અને ક્યારેક નાના પટ્ટ અને શિલાપટ પરની યોગિની આકૃતિઓ વગેરે એની સાબિતી આપે છે. હાલ ગુજરાતમાં જેને જોગણીમાતા કહે છે એ જ યોગિની. ડભોઈના સોલંકીકાલીન કિલ્લાના મહુડી દરવાજા પર 84 નાથ સિદ્ધો જેવા કે મત્યેન્દ્રનાથ, ગોરક્ષનાથ, ગોપીચંદ-મૈનાવતી વગેરેની પ્રતિમાઓ ઇસ્વીસનના ૧૨માં શતકની છે. ભારતભરમાં નાથસિદ્ધોની આ સૌથી પ્રાચીન મૂર્તિઓ છે. આ બધા સિદ્ધો હઠયોગ આસને છે. વડોદરી ભાગોળનો દરવાજાનો વિષય યોગિની છે. જ્યારે નાડોલ દરવાજા પર ફરીને યોગિનીઓ છે. હિરા દરવાજા પાસે કાલિકા મંદિરમાં કાલિકા-યોગિનીઓ સાથે હોઈ, યોગિની-અસુર સંગ્રામના દશ્યો છે. કમનસીબે યોગિનીઓ ખંડિત ઘસાયેલ છે. તેથી નામ કે વાહન જાણી શકાતા નથી. પરંતુ તે માનવમુખી તેમજ કેટલીક પશુમુખી છે. એમ લાગે છે કે ભેડાઘાટની જેમ ડભોઈમાં પણ નાથસિદ્ધો સાથે 84 યોગિની સ્વરૂપો રાજવી કુટુમ્બ માટે અનામત હોવા પુરો સંભવ છે. આખજકુંડની ગવાક્ષ મંદિર અષ્ટમાતૃકા લલિતાસને બીરાજમાન હોઈ, મૂળે યોગિનીઓ ગણાય. જ્યારે અહીં જ અન્ય યોગિનીઓ ભૈરવ-ગણેશ પ્રતિમાઓ સાથે બતાવી છે. જેથી આખજનો ૧૧મી શતાબ્દીનો કુંડ “મંડલ” હોવા સંભવ છે. જે યોગિની મંડલની કલ્પના સાથે સુસંગત છે. આમ આખજ યોગિનીપૂજાનું કેન્દ્ર હશે. | ઝિંઝુવાડાના કિલ્લાના દરવાજા પરની તાંત્રીક દેવીઓએ યોગિનીઓ છે. અહીંની કેટલીક પ્રતિમાઓને વોટસન મ્યુઝિયમ રાજકોટમાં ખસેડી છે. બ્રહ્માણી, મહેશ્વરી, કૌમારી, ઇન્દ્રાણી, વારાહી, આગ્નેયિ અને ચામુંડા વગેરે દેવીઓના હસ્તમાં ધારણ કરેલ વાડકા અને ઢાલ પર મત્સ્ય અંકીત છે. જે તંત્રમાર્ગ સૂચવે છે. સોલંકી રાજવીઓની રાજધાની પાટણ વિસ્તારમાંથી ૧૩મા શતકની વરાહમુખી યોગિની છ ભૂજાળી છે. ત્રણમુખી યોગિની 12 હસ્તવાળી ઇ.સ.ના બારમાં સૈકાની છે. (ભેડાઘાટમાં તેને સર્વતોમુખી કહી છે) આ પ્રતિમાની સમકાલીન ગજમુખી યોગિની વૈનાકિનો એક કર અભય છે. આ સિવાય શીર્ષ તૂટેલા છે. એવી ચાર, ચાર હાથવાળી પ્રતિમાઓ પ્રાપ્ત છે. દાહોદ પાસે જાલત ગામે લખેશ્વરી માતાનું મંદિર છે. અહીંની માતૃકાઓ તરીકે પૂજાતી નગ્ન યોગિનીઓના યોની ભાગ પાસે ઢીંગણી પુરુષાકૃતિઓ છે. ટૂંકમાં ભારતના અન્ય ભાગની જેમ ગુજરાતમાં પણ તંત્ર-કૌલમાર્ગ ઉપાસના, નાથસિદ્ધો અને યોગિનીપૂજાના પુરાવા સાંપડ્યા છે.