________________ 108 પ્રાચીન પર્યકાસની પ્રતિમા શોભે છે. જેની ઉપરના ભાગે અનુક્રમે ચોરસ અને વૃત્તાકાર આમલક તથા ટોચ પર કળશ બતાવેલ છે. સૌથી નીચેના ખગ્રાસનસ્થ મૂર્તિના ચોરસ ભાગમાં દેવનાગરી લિપિમાં લેખ કોતરેલો છે. લેખ પ્રમાણમાં સુવાચ્ય ન હોવા છતાં લખાણ નીચે મુજબ હોય તેમ લાગે છે. લેખ ચાર પંક્તિનો છે : संवत 1232 भाग સિરસુવિદ્વાન//ર/(?) - ટા: રતસિંહ: ()વ તો તિઃ | પ્રસ્તુત લેખમાં રત્નસિંહ, દેવલોકગતઃ તથા સંવત 1232 સ્પષ્ટ વાંચી શકાય છે. નિષિધિકા તેની મિતિ પરથી સંવત 1232 (ઇ.સ. ૧૧૭૬)નો સમયકાળ બતાવે છે. જે ઐતિહાસિક અને પુરાતત્ત્વની રીતે મહત્ત્વનું છે. લેખમાં ઉલ્લેખિત રત્નસિંહ નામથી મહદ્અંશે તે રાજપૂત હોવાનું ફલિત થાય છે, જે શ્રેષ્ઠી, સામંત કે તત્કાલીન સમયમાં મોભાનું સ્થાન ધરાવનાર જૈનધર્માવલંબી હોવાનું સુસ્પષ્ટ છે. પ્રસ્તુત નિષિધિનામાં કંડારેલ ખગાસન અને પર્યકાસનસ્થ તીર્થકર તેના દિગંબર સંપ્રદાયનો નિર્દેશ કરે છે. લેખમાં જણાવેલ રત્નસિંહ તે કોણ? એનો ઉત્તર તો ગ્રન્થપ્રશસ્તિઓ કે ગુર્નાવલીઓ મળી આવે તો થઈ શકે. આ અંગે વધુ સંશોધન અપેક્ષિત છે. પાદટીપ : 9. A.N. Upadhye, Nisidhi - It's Meaning, Memorial Stones - A Study : their origin, significance and variety, (Ed.) S. Settar, Gunther D., Sontheimer, Dharwad, 1982, pp. 45-46 2. રાયપસનીય સૂત્ર : 28, તે પરની મલયગિરિની આગમોદય ટીકા 3. પ્રાચીન દધિપુરનગર-દાહોદ માટે જુઓ, રવિ હજરનીસ અને મુનીન્દ્ર જોશી, દધિપુરનગર(દાહોદ)ના શ્રી દૂધેશ્વર મહાદેવનો વિ.સ. ૧૮૦૦નો શિલાલેખ, સામીપ્ય, ઓક્ટોબર 97 માર્ચ 1998, પૃ.૫૩-૫૪. 4. એજન, પૃ.૫૩ 5. એજન, પૃ.૫૪