________________ 1OO પ્રાચીના કલાકારે ઘડેલી કૃતિ હોવાનું સિદ્ધ થાય છે. દેવના જમણા ચરણ પાસે વાહન હંસરાજની અતીવ સુંદર આકૃતિ કાઢેલી છે. જેનાં પાર્શ્વમાં પરિચારક ઋષિ છે. તો ડાબી તરફના મુનિ પાર્ષદ ખંડિત હોઈ, માત્ર એમનું મુખ-મસ્તક જ શેષ બચેલું છે. દેવમૂર્તિ એટલી ચિત્તાકર્ષક છે કે અગાઉ સ્વામિનારાયણ સંપ્રદાયના આદ્યસ્થાપક સહજાનંદ સ્વામીએ નગરા ગામની મુલાકાત વેળાએ સંદર્ભગત બ્રહ્મદેવની મૂર્તિના દર્શન કરી અલૌકિક શાંતિ મેળવી હતી. તુલનાત્મક અભ્યાસ અને શૈલીના આધારે નગરાની બ્રહ્મદેવની પ્રતિમાને ઈ.સ.૧૦૩૦ આસપાસના સમયાંકને મૂકી શકાશે.૧૯ Post Script લેખ લખાઈ ગયા બાદ લેખકના હિમાચલ પ્રદેશના ત્રણ બ્રહ્માજીના કાષ્ટપ્રાસાદો ધ્યાને આવેલા છે. જે કુલુખીણ વિસ્તારના નાના ગામ ખોપાન, ધીરી અને તીહરીમાં આવેલ છે. જે આ પ્રદેશમાં બ્રહ્મપંથનો નિર્દેશ કરે છે. વધુમાં ડૉ.એન. પી. જોષીએ સિંઘના બ્રાહુનાબાદથી મળેલા દ્વિબાહુ અને ચતુર્ભુજ બ્રહ્માની પ્રતિમાઓ ગુપ્તકાળની હોવાનું કહ્યું છે. 21 જે હાલ પાકિસ્તાનના કરાચી મ્યુઝિયમમાં સુરક્ષિત છે. ઉક્ત મંદિરો આ પ્રદેશમાં બ્રહ્માજીનો કોઈ નાના પંથનો પણ નિર્દેશ કરે છે. વિશેષમાં ઉપરોક્ત ડૉ.જોષીએ જણાવેલ બ્રહ્મદેવની પ્રતિમાઓને હાલ તો જ્ઞાત સૌથી પ્રાચીનતમ મૂર્તિઓ ગણવામાં હરકત નથી. પાદટીપઃ 1. નાવડો એટલે સમંદરને મલતી મોટી નદી પરની વસાહત કહેવાય છે. 2. રમણલાલ નાગરજી મહેતા, નગરા, સ્વાધ્યાય, પુ.૪, અંક-૧, નવે.૧૯૬૬, પૃ.૧૦૨ 3. ઉપર્યુક્ત 4. ખંભાતના કોઈ પુરાવશેષો આઠમી શતાબ્દી પહેલાંના નથી અને આથી જ નગરા ખંભાતની પૂર્વકૃતિ હોવાનું સમજાય છે. 5. પ્રો.ર.ના મહેતાએ આ માટે રત્નમણિરાવ જોટેના ખંભાતનો ઇતિહાસનો સંદર્ભ આપ્યો છે. પણ એમાં પૃષ્ઠ નંબરની વિગતોનો અભાવ છે. જુઓ ૨.ના.મહેતા નગરા op-cit, પૃ.૧૦૩. મહેતા વધુમાં જણાવે છે, એ અનુસાર નાની પાર્ટીની સવાલવાળી બ્રહ્મામૂર્તિ પર સ્વ.અમૃત વંસત પંડ્યા, એ લેખ લખ્યાનું જણાવેલ છે. જુઓ મહેતા એજન, પૃ.૧૦૩ પણ એ માટેના પણ કોઈ સંદર્ભ આપતા નથી. આ લેખકને પણ ઉપરોક્ત ગ્રંથ અને શ્રી પંડ્યાનો લેખ હાથવગો થઈ શક્યો નથી. 6. ચંવિનિ, અમદાવાદ, 1989, અંતર્ગત અન્નપૂર્ણા શાહનો લેખ ગુજરાતમાંથી મળતી બ્રહ્માની પ્રતિમાઓ, પૃ.૧૫ 9. B. L. Mankad, The Brahma Cult and Brahma Images in the Baroda Museum, Baroda State Museum Bulletin, Vol.5, pl.1-2, vadodara, p-11.