________________ 19. નગરા-ખંભાતની બ્રહ્મદેવ પ્રતિમા નગરા 720-38"-33" પૂ.રેખાંશ અને 220-41'-15 ઉ.અક્ષાંશ પર ખંભાતની ઉત્તરે બે માઈલ દૂરી પર આવેલું છે. ગામ 4000 જેટલી આછી-ઓછી વસ્તીવાળુ છે. પરંતુ પૂર્વકાલે એ નગરક-નગર મહાસ્થાન કહેવાતું હતું. ભૌગોલિક રીતે એ ચરોતર કે ચારુતર પ્રદેશની લગભગ પશ્ચિમ સીમાએ છે. ભાલક્ષેત્ર અહીંથી જ શરૂ થતું હોવાથી, એને ભાલબારુ પણ કહેવામાં આવે છે. સંક્ષિપ્તમાં નગરા, ચારુતર, ભાલ અને ખંભાતના રણવિસ્તાર ગણાતાં ખારાપાટક્ષેત્ર પર ભૌગોલિક રીતે આવેલું છે. સમૃદ્ધિના પૂર્વકાલે નગરાના વહેપાર-વાણિજ્યનો વેપલો મધ્યએશિયા પશ્ચિમના રાજ્યો અને છેક અંદર સુધીના ભારતીય પ્રદેશો સાથે હતો. તત્કાલે રોમથી ઓલીવતેલ દ્રાક્ષાસવ-મદિરા આયાત થતી. જે અહીં થયેલાં ઉત્પનનમાં વિપુલ પ્રમાણમાં મળેલાં એમ્ફોરા મૃત્પાત્રો સાબીત કરે છે. તત્કાલીન સમયે વિશ્વમાં રોમન સુંદરી, અને આસવ વિખ્યાત હતાં. નગરાના વહેપાર અને મધ્ય એશિયાના સંબંધનું કારણ નાવડો હોઈ શકે. જો કે નગરા પાસે કોઈ મોટી નદી નથી. તેમ છતાં આ ગામે નાની મોટી 40 તલાવડીઓ અને અલંગને મળતાં કાંસ છે. કાંસ પૂર્વના ચારુતર વિસ્તારનું જળ અહીં ખેંચી લાવે છે. સમય જતાં સ્થળનો નાવડો પુરાઈ જતાં, નગરાનો સાગર સંબંધ પુરો થઈ ગયો અને આ કારણે વહેપાર રોજગાર ના રહ્યા. અને આમ એ આર્થિક કારણસર તૂટી ગયું. દરિયાની શોધમાં હવે લોકોએ નજદીકમાં ખંભ જેવા દેખાતાં ટેકરે કસબો વસાવ્યો જે ખંભાત કહેવાયું અને હવે વસ્તીનું સ્થળાંતર ખંભાત થયું. સમુદ્રને લીધે નવાસ્થળનો ઉત્તરોત્તર વિકાસ થયો. પણ ખંભાતનું બારુ પણ પૂરાઈ જતાં, એ પણ નગરાની જેમ જ પડી ભાગ્યું અને હવે ધીરે ધીરે વિકાસ તરફ જઈ રહ્યું છે. આમ નગરાની પડતી અને ખંભાતની ઉન્નતિ એ સમકાલીન ઘટનાઓ બની રહી. નગરાની બ્રહ્માપ્રતિમાઓ અને અન્ય કેટલીક દેવમૂર્તિઓનો પ્રથમોલ્લેખ રત્નમણિરાવ જોટેએ કરેલો હતો. અહીં પ્રસ્તુત આ ગામના નાનીપાટિ વિસ્તારની ભવ્ય બ્રહ્માપ્રતિમાની ચર્ચા કરતાં પહેલાં, બ્રહ્માની પૂજા, મૂર્તિવિધાન અને પ્રાપ્ત શિલ્પો અંગે જોઈએ. હિન્દુધર્મમાં ત્રિદેવો મુખ્ય છે. જેમાં બ્રહ્મા પ્રથમ, વિષ્ણુ બીજા તો શિવ ત્રીજા સ્થાને છે. બ્રહ્માજીનું કાર્ય સૃષ્ટિનિર્માણ હોવાથી એ બ્રહ્માંડસૃષ્ટા તેમજ એમનો જન્મ સુવર્ણચંડમાંથી થયો હોવાથી એ હિરણ્યગર્ભ પણ કહેવાય છે. તો વળી સર્જક તરીકે એ પિતામહ પણ છે. બ્રાહ્મણગ્રંથો એમને