________________ પ્રાચીના આધારે ઇસ્વીસનના ચૌદમાં સૈકામાં સહેજે મૂકી શકાશે. અહીંની જ પ્રાયઃ અગીયારમી શતાબ્દીની પશુવરાહમૂર્તિ અને અન્ય વૈષ્ણવશિલ્પો વગેરે તમામ કોઈ અતીતના વૈષ્ણવ-વિષ્ણુમંદિરની અટકળ તો કરી જાય છે પણ લાંબા સમય સુધી આ વિસ્તારમાં વિષ્ણુ-વરાહપૂજા પ્રચલિત હોવાનું પણ સૂચવી જાય છે. જે અગિયારમી સદીના પ્રારંભથી છેક ચૌદમા શતક સુધી તો વૈષ્ણવ સંપ્રદાયનું પ્રાબલ્ય દર્શાવી જાય છે. પાદટીપ : 1. કનૈયાલાલ દવે, ગુજરાતનું મૂર્તિવિધાન (પુનઃમુદ્રણ આવૃત્તિ) 1993, પૃ.૧૬૯ 2. Umakant Shah, A Kstrapa Head from Dolatpur, Katchch, Bulletin of Baroda Museum and Picture Gallary, Vadodara, Vols XX, 1968, p.105-6, pl LVII No-1 and pl.LVIII No.2. વધુમાં જુઓ રવિ હજરનીસ, પુરાવસ્તુ અને કલા, અમદાવાદ, 2009, પૃ.૮૫-૮૬ 3. (i) સોમપુરા, સૂર્યમંદિર વિશેષાંક, અંતર્ગત હરિલાલ ગૌદાનીનો લેખ, સૂર્યોપાસના અને ગુજરાત, પૃ.૭૧ 4. રવિ હજરનીસ, મેવડની વિષ્ણુપ્રતિમા, પથિક, મે-૧૯૮૭, પૃ.૧૪ તેમજ પૃષ્ઠ-૧૫ પરનું ચિત્ર