________________ મેવડની વિષ્ણુપ્રતિમા 95 હાથમાં | ઊભા સ્વરૂપના આ શિલ્પમાં દેવને સમપાદમાં બતાવ્યાં છે. શીર્ષ પર અલંકૃત કિરીટ મુકુટ, લાંબા કણે મકર કુંડલ, કંઠે રૈવેયક અને બીજો ચાર સેરી હાર નાભિ સુધી પહોંચતો બતાવ્યો છે. તો વિષ્ણુને પ્રિય વનમાલા ઢીંચણ સુધી બતાવી છે. ઉઘાડા ભ્રમરભંગીવાળા કીકીયુક્ત નેત્રો, સીધી નાસિકા, બે અધરો પૈકી નીચલો હેજ જાડો, ભરાવદાર ગાલ, અને ચિબૂકી વગેરે ધ્યાનાકર્ષક છે. સાધારણ ચોરસ ચહેરો ભાવપૂર્ણ લાગે છે. ઉપર જણાવેલ આભુષણો અતિરિક્ત દેવે યજ્ઞોપવીત, છાતીબંધ, હસ્તવલય, અને પાદમાં કડલાં ધારણ કરેલા છે. તો પહોળી અલંકૃત મેખલાથી કટિવસ્ત્રને બાંધેલું છે. એનો આકર્ષક રીતે લટકતો પાટલીનો છેડો અને એના પરની વલ્લીઓ, તેમજ ઉરુદામના લટકણીયા વગેરે નોંધનીય છે. વક્ષ:સ્થળે વિષ્ણુનું શ્રીવત્સલાંછન શોભી રહ્યું છે. વિષ્ણુના ચતુહસ્તો પૈકી જમણા ઉપલા અને ડાબા ઉપલા હાથમાં ચક્ર અને શંખ ધારણ કરેલા છે. વામ નીચેના બાહુમા રહેલી ગદાનો ઉપરનો કેટલોક ભાગ તૂટેલો છે. જ્યારે ક્રમ અનુસાર જમણા નીચેના કરમાં પદ્મ હોવું જોઈએ. તો રૂપમંડન અનુસાર વિષ્ણુનું જનાર્દન સ્વરૂપ નિશ્ચિત થઈ શકે. ચતુર્વિશતિ જનાર્દન સ્વરૂપ જમણા નીચલા ઉપલા જમણા ઉપલા ડાબા નીચેના ડાબા કરમાં હસ્તમાં હસ્તમાં પા ચક્ર શંખ ગદા તદ્અનુસાર મેવડની પ્રતિમામાં જમણા નીચેના હસ્તમાં ધનુષ છે. (જયાં ખરેખર પદ્મ રહેલું હોવું જોઈએ) એ વગર ત્રણે હાથમાં આયુધો, ગ્રંથસ્થ નિયમો અનુસારના છે. પદ્મપુરાણ, રૂપમંડન, અગ્નિપુરાણ કે ચતુવર્ગચિંતામણિ જેવા ગ્રંથોમાં ચતુર્વિશતિ ચોવીસ સ્વરૂપોમાં ધનુષનો નિર્દેશ નથી. આમ છતાં શાંર્ગ-શિંગડામાંથી બનાવેલ એક પ્રકારના ધનુષને વિષ્ણુનાં આયુધો પૈકી માનવામાં આવે છે. ચાર થી વધુ હસ્તવાળી વિષ્ણુની વૈકુંઠ પ્રતિમામાં અષ્ટભુજામાં અન્ય આયુધો સાથે ધનુષ-બાણ ધારણ કરેલું જોવા મળે છે. જયારે અહીં માત્ર ધનુષ છે. બાણ દર્શાવેલ નથી. વળી અર્ધ તૂટેલાં આ હાથમાં ધારણ કરેલ ધનુષ પણ વાકુચુકુ પ્રમાણમાં નથી. આ કંડારની બેહુદા આકારની ચેષ્ટા એ પાછળથી કોતરેલું સ્પષ્ટ કરે છે. જો આ સંભવ સ્વીકારીએ તો મૂર્તિનિર્માણ બાદ તુટેલા પંજામાં ધનુષ્ય કંડારની અણધડ ચેષ્ટા થયેલી છે. જેથી શક્ય છે, કે મૂર્તિનું મૂળ સ્વરૂપ ચતુર્વિશતિ જનાર્દન હોય. પરંતુ આ બાબતે પણ આપણે આગળ જમણો નીચેના હસ્તનો પંજો તૂટેલો હોવાનું જોઈ ગયા છીએ. આ પરિસ્થિતિમાં એમા ગ્રહેલ પદ્મ અંગે નિશ્ચિતપણે કહી શકાય નહી. આથી જનાર્દન સ્વરૂપની સંભાવના બતાવી રહેલ પ્રતિમાને અન્ય કોઈ પૂરાવાના આધાર વગર વિષ્ણુની ચતુર્ભુજ પ્રતિમા કહેવી વધુ ઇષ્ટ છે. અંતમાં પરિકર અંગે ટૂંકમાં જોઈએ. નાની થાંભલીવાળા ખત્તકોમાં જમણી તરફથી નૃસિંહ, પરશુરામ, બલરામ અને કલ્કિ છે. તો ડાબી બાજુથી ગવાક્ષમાં નૃવરાહ, વામન, રામ અને બુદ્ધ કંડાર્યા છે. પરિકરમાં મધ્યે યોગીશ્વર વિષ્ણુની ચતુર્ભુજ આકૃતિ કાઢેલી છે. જેની બન્ને તરફ ત્રણ ત્રણ પુષ્પમાલા સહિત માલાધર છે. મેવડની ઉપર ચર્ચિત વિષ્ણુપ્રતિમાની સુડોળ દેધ્યષ્ટિ, અલંકારો અને શૈલીના