________________ અંબાસણની લક્ષ્મીનારાયણ પ્રતિમા 93 મનોહર પ્રતિમાં જોવા મળી હતી. જે કોઈ અજ્ઞાત વૈષ્ણવપ્રાસાદમાં તત્કાલે પૂજાતી કોઈ ઉપાસ્યમૂર્તિ હોવી જોઈએ. દેવતાના તમામ કર મહદ્અંશે ખંડિત હોય તો પણ શેષભાગથી ચતુર્વસ્ત હોવાનું અનુમાન થઈ શકે છે. આયુધો પૂર્ણપણે નષ્ટ થયેલાં છે. વિષ્ણુ શિરે કિરીટમુકુટ ધારણ કરેલો છે. જેની બેયબાજુ આડીરેખાઓથી સૂર્યકિરણો બતાવ્યાં છે અને પ્રાચીન પ્રતિમાઓમાં જોવા મળે છે, એમ વિષ્ણુએ આદિત્યસ્વરૂપ હોવાનું સૂચક રીતે મધ્યકાલીન મૂર્તિમાં પણ બતાવવાની પરિપાટિ ચાલુ રખાઈ છે. સાધારણ ચોરસ દેવમુખ ધસાયેલું હોવાથી ચક્ષુઓ, નાસિકા અને અધર હવે તો સુસ્પષ્ટ રહ્યા નથી. ગ્રહેલાં આભૂષણોમાં પદકયુક્ત ચોરસ ગૈવેયક, બીજો ત્રીસેરહાર, છાતીબંધ, સોંલકીકાલે જોવા મળે એવી મોટી અલંકૃત મેખલા, કડલાં અને વનમાલા વગેરે છે. દેવ સમીપે લાલિત્યપૂર્ણ ત્રિભંગે ઊભા સ્વરૂપે લક્ષ્મીજી સ્થિત છે. દેવીમુખ ધસારાવાળુ હોય તો પણ એ પરનાં પ્રસન્નભાવ સુસ્પષ્ટ છે. એમના બે બાહુ પૈકી જમણો આલિંગન આપતો વિષ્ણુસ્કંધ પર જોવા મળે છે તો ચક્ર આયુધ ડાબા હસ્તમાં રહેલું છે. જે લક્ષ્મીજી વિષ્ણુશક્તિ હોવાને નાતે વૈષ્ણવીરૂપની જેમ ધારણ કરેલું લાગે છે. દેવી યથોચિત અલંકારોથી અલંકૃત છે. જાનવસ્ત્ર કમ્મર આગળથી અલંકૃત કટિમેખલાથી બાંધેલું છે. પરિકરમાં દશાવતાર કંડાર્યા છે. જે અંતર્ગત જમણી બાજુ નીચેથી ગવાક્ષમાં વામન, રામ અને બુદ્ધ તો ડાબી તરફ નીચેથી આજ પ્રમાણે પરશુરામ કંડાર્યા છે. જ્યારે એની ઉપરનો ગોખ નષ્ટ થયેલો છે. ટોપભાગે કમાનભાગમાં ખત્તકમંડિત કલ્કી અને મધ્યે આજ રીતે ચતુર્વસ્ત વિષ્ણુ કાઢેલાં છે. અંતે કહી શકાશે કે દેથષ્ટિ, અંલકારો અને કંડારશૈલીને આધારે અંબાસણની લક્ષ્મીનારાયણ પ્રતિમાને ઈ.સ. બારમા શતકના ઉત્તરાર્ધ મૂકી શકાશે. પાદટીપ H 1. જયાખ્યસંહિતા, 33, 55-56 2. રૂપમંડન (દવતામૂર્તિપ્રકરણ અને રૂપમંડન) કલકત્તા, 1936, IV, 34-360 3. Kalpana Desai, Iconography of Visnu, New Delhi, 1973 4. સ્કંદપુરાણ-વૈષ્ણવખંડ, પુરુષોત્તમ મહાભ્ય, ૫-૮-૯-વેન્કટેશ પ્રેસ, બોમ્બ, 1909. 5. કનૈયાલાલ દવે, ગુજરાતનું મૂર્તિવિધાન, અમદાવાદ, 1962, પૃ.૨૩૮ $. Burgess and Cousens, Architectural Antiquities of Northern Gujarat, London, 1903, p.106, pl.XCI. 9. H. Cousens, Somnath and other Mediaeval Temples of Kathiawad, Calcutta, 1931, p.58. 8. કનૈયાલાલ દવે, ઉપર્યુક્ત 9. Kalpana Desai, Ibid-p.34 10. Ibid