________________ 17. અંબાસણની લક્ષ્મીનારાયણ પ્રતિમા શક્તિ-લક્ષ્મી સાથેની વિષ્ણુની યુગલ-આલિંગન પ્રતિમાને સામાન્ય રીતે લક્ષ્મી-નારાયણ તરીકે ઓળખવામાં આવે છે. ગજલક્ષ્મીપૂજન ઘણા વહેલાં કાલથી અસ્તિત્વમાં હોવાના પ્રમાણો આપણને ભારહુત અને અન્યત્રથી મળેલા છે. જયાખ્યસંહિતામાં લક્ષ્મીને વિષ્ણુની શક્તિ કહી છે. આમ એ વિષ્ણુ સાથે સંલગ્ન હોવા છતાં બન્નેની લક્ષ્મીનારાયણ યુગ્મ પ્રતિમાં કે એના ગુપ્તયુગ પહેલાંના કોઈ સાહિત્યિક પ્રમાણો મળતાં નથી." રૂપમંડન (અ.૪-૩૪,૩૫) અનુસાર વિષ્ણુને લક્ષ્મી સહિત આયુધો સાથે ગરુડારુઢ બતાવવા.૨ હેમાદ્રિએ વિશ્વકર્માશાસ્ત્રને આધારે આપેલ વર્ણન મુજબ જમણી તરફ વિષ્ણુ અને ડાબી બાજુ લક્ષ્મીજી હોવા જોઈએ. દેવી એક બાહુથી વિષ્ણકંઠ પાછળ આલિંગન આપતી બતાવવી. જ્યારે દેવીના બીજા કરમાં પદ્મ ગ્રહેલું બતાવવું. સ્કંદપુરાણ અનુસાર લક્ષ્મીદેવી નારાયણ સાથે વામ બાજુ બિરાજમાન હોવી જોઈએ. અને દેવના હસ્તોમાં ચક્ર, શંખ અને એક બાહુથી શક્તિને આલિંગન આપતા હોવા જોઈએ. કાલિકાગમમાં પણ આ સ્વરૂપની વિગતો પ્રાપ્ત થાય છે.” ગુજરાતમાંથી મધ્યકાલની લક્ષ્મીનારાયણની કેટલીક પ્રતિમાઓ પ્રાપ્ત થઈ છે. બર્ગીસે ગરૂડારૂઢ આવી યુગલપ્રતિમા કસરાથી અગીયારમાં શતકની તો કઝન્સ સેજકપુરની વિગત આપી છે. કનૈયાલાલ દવેએ દેલમાલ, કદવાર, વાલમ, સંડેર, મંદરાપુર અને પાટણની, યુ.પી.શાહે નવસારી જિલ્લામાંથી મળેલ લક્ષ્મીનારાયણ પ્રતિમાઓની વિગતો આપી છે. તો મૂળ સિદ્ધપુર નજદીકના ખલી ગામની સંગેમરની હાલ વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત મૂર્તિની માહિતી કલ્પના દેસાઈએ પ્રસિદ્ધ કરી છે.૧૦ પ્રાચીન મંડલી (માંડલ), પાવાગઢના લકુલીશ મંદિર અને ઐઠોર મંદિરની પ્રાયઃ દશમી શતાબ્દીના દેવાલયોની જંઘા પર ખત્તક મંડિત લક્ષ્મીનારાયણ સ્વરૂપો કંડારેલા છે. મૂર્તિવિધાન અનુસાર આ સ્વરૂપની મૂર્તિઓ બે પ્રકારે ઘડાતી. 1. પ્રથમ પ્રકારમાં ઊભા સ્વરૂપની પ્રતિમાઓ અને 2. બીજા પ્રકારમાં બેઠારૂપવાળી મૂર્તિઓનો સમાવેશ થાય છે. દ્વિતીય રીતમાં વિષ્ણુના ડાબા ઉત્કંગમાં લક્ષ્મીજીને બિરાજમાન દર્શાવાતા બેયમાં પ્રથમ પ્રકારના શિલ્પો પ્રમાણમાં અલ્પ મળે છે. અન્વેષણ દરમ્યાન મહેસાણા જિલ્લાના અંબાસણ ગામે લક્ષ્મીનારાયણની ઊભા સ્વરૂપની