________________ 90 પ્રાચીના અંગવિન્યાસ પણ મોજૂદ રહ્યો નથી. સભામંડપ ટોચ પરનો ઘૂમટ ફાસનાકાર છે. મંડપ મધ્યેના સ્તંભો મુખત્વે બે પ્રકારના કે ઘાટના છે. આ અંતર્ગત સાદા ભદ્રકઘાટના થાંભલાઓ મધ્યભાગથી અષ્ટકોણાકાર પલ્લવમષ્ઠિત છે. ઉપલાં ગોળ મથાળાના ભાગથી ગ્રાસ અને શિરાવટીએ મોટી કીર્તિમુખ આકૃતિઓ દેખાય છે. જ્યારે બીજા પ્રકારના સ્તંભો સ્વસ્તિકઘાટના છે. જેના ઉપલા સ્તંભદંડે દેવઆકૃતિઓ ખત્તક મંડિત બતાવી છે. આજ રીતે ગવાક્ષે ઉપરના અષ્ટકોણ વિન્યાસે સ્થિત દેવી પ્રતિમાઓ આજે તો મહદ્અંશે ખંડિત થઈ ચૂકી છે. આથી એમની ઓળખ થઈ શકી નથી. એ ઉપરના વૃત્તાકાર ભાગે ઉર્ધ્વપલ્લવો, રત્નપટ્ટ અને પ્રાસપટ્ટીની રચના કરેલી છે. શિવાલયના પીઠોદયમાં રત્નમણ્ડિત જારાકુંભ પદ્મ, શ્રેયક, કળશ, આંતરપટ્ટ અને કીર્તિમુખબંધ છે. એ પછી ગજથર અને નરથરનું સુરેખ આલેખન છે. જંઘા પર આ કાલના મંદિરોની જેમ વિવિધ શિલ્પો જોવા મળે છે. તમામનું વિવરણ સ્થળ સંકોચે અસ્થાને છે. તેમ છતાં ભદ્ર ગવાક્ષોમાં દક્ષિણ ખત્તકે બ્રહ્મા, સરસ્વતી, પશ્ચિમે ઉમામહેશ્વર તો ઉત્તરે લક્ષ્મીનારાયણ(?)ની પ્રતિમાઓ છે. જ્યારે ગોખ નીચેના ભાગે અત્યંત સુરેખ અને ધ્યાનાકર્ષક સામસામી સૂંઢ વિટાયેલા હસ્તિયુમ કંડારેલા છે. (જુઓ ચિત્ર-૨૨) અંતમાં નવલખા મંદિરના સમયાંકન અંગે જોઈએ. બર્ગીસ એને અગીયારમી શતાબ્દીના અંતભાગે કે બારમા શતકમાં મૂકવાનું વલણ ધરાવે છે. તો કઝન્સ સ્મારકને સોમનાથની કંઈક વહેલું ગણે છે." પરસી બ્રાઉન અને એસ. કે. સરસ્વતી અગીયારમી સદીમાં નિર્માણ થયાનું માને છે. તો હસમુખ સાંકળિયા દેવાલયને બારમા-તેરમાં સૈકાનું ગણે છે. મંદિરોની બાંધણી અને એનાં અંગ-ઉપાંગો મુજબ આ વિષયના તજજ્ઞ ગણાતા મધુસૂદન ઢાંકીએ રાજયાશ્રયને બદલે સાંસ્કૃતિક નામાભિધાન સાથે મહાગુર્જર, મહામેરૂ અને મરૂ-ગુર્જર એવા ભાગ પાડેલાં છે. આ અંતર્ગત નવલખા મંદિર મરૂ-ગુર્જરી પ્રકારમાં આવે અને એનો સમયકાલ ઇ.સ.ના બારમાં સૈકાનો અંતભાગ સૂચવે છે. જો આ સમયકાલ સમયાંકનને સત્ય ગણવામાં આવે તો, ઘુમલીના અટપટા ઇતિહાસમાં ઇ.સ.૧૧૭૯ થી ઇ.સ. 1190 દરમ્યાન અહીં રાણા ભાણ જેઠવાનું શાસન પ્રર્વતમાન હતું. જો કે મંદિરના કર્તા અંગે કોઈ લેખ કે પુરાતત્ત્વીક આધાર અદ્યાપિ મળ્યો નથી. પણ જો મંદિર નિર્માણનો કાલ અને રાણા ભાણ જેઠવાનો સમય એક હોય તો ઘુમલીનું નવલખા શિવાલય તેણે બંધાવ્યું હશે, એમ કહેવાનું મન લલચાય ખરું. 11 પાદટીપ : 1. ગુરાસાઈ-ગ્રંથ-૪, સોલંકીકાલ અંતર્ગત કા.પૂ.સોમપુરા લિખિત પ્રકરણ-૧૬ના પાદટીપ-૨૩૭ પર મંદિરના ગર્ભગૃહનું શિવલિંગ અહીંથી ખસેડીને પોરબંદરના કેદારનાથ શિવાલયમાં સ્થાપિત કર્યાનું જણાવેલ છે. 2. James Burgess, Report on The Antiquities of Kathiawad and Kachh, London, 1876, pl.XL.111 3. Ibid 4. Ibid, page 181