________________ 14. ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ ઇ.સ. 1300 સુધી પ્રારંભિક : વ્યાલ શાબ્દિક અર્થે દુર્ગુણી કે લુચ્ચ (Wicked-vicious) થાય છે. તો વિષ્ણુ અને શિવના રૂપનામ તરીકે પણ આ શબ્દ નિર્દેશ છે. મોનીયર મોનીયર વ્હિલીયમ્સ વ્યાલ શબ્દને સંભવત : વ્યાદા Vyada શબ્દ સાથે જોડાયેલો ગણે છે. અર્થવવેદ અનુસાર એ ઉપદ્રવ કે અડપલું કરનાર દુરાચારી, દુર્ગણી એવો અર્થ અભિપ્રેત છે. મહાભારતમાં વ્યાલને એક જગ્યાએ સર્પ અને સિંહ પણ કહેવામાં આવ્યો છે. વળી રાજન-રાજવી માટે વ્યાલ શબ્દપ્રયોગ થયેલો છે. આમ તમામ અર્થ જોતાં, વ્યાલ ખૂંખાર સામર્થ્ય અને વિચક્ષણ બુદ્ધિનું મિશ્રરૂપ જણાય છે. ગ્રિફીન (Griffin) એ ગરૂડ શીર્ષ, પાંખ અને સિંહની દેહયષ્ટિ ધરાવતું એવું કલ્પિત પ્રાણી છે. ઇસાપૂર્વ બીજી શતાબ્દીના મૌર્યકાલના શ્વેત વેળુકા પાષાણના ગ્રિફીન પટણાથી અગાઉ મળેલાં હતાં. સ્યુઅર્ટ પિગોટના મત અનુસાર કોઈ રાજવીના બેઠક-આસન (Throne)ના એ અંગરૂપભાગ છે. જે માટે પ્રાચીનકાળથી સિંહાસન શબ્દ રૂઢ થયેલો છે. જેમાં બાહુ ટેકવવાના સ્તંભભાગે બહુતયા બલાત્ય સિંહ કાઢવામાં આવતાં. અમરાવતીના સૂપ પર ત્રણ-ચાર સિંહાસનનાં આલેખનો છે, જેમનાં છેડાના અંતભાગે મકરમુખ અને સિંહ આકૃતિ દશ્યમાન છે. વિમકદફીસીસની કુષાણકાલીન સિંહાસનરૂઢ પ્રતિછંદપ્રતિમા મળી છે. આ સિંહાસનના સ્તંભભાગે સિંહવ્યાલ અંકીત છે. 10 પ્રશિયાની બહુચર્ચિતનક્ષી એ રૂસ્તમ સિંહાસન કે આસનના પાયા પર શિંગડાયુક્ત ગ્રિફીન આકૃતિ છે.૧૧ આપણા પટણાના નમૂનાઓ સાથે શૃંગવાળા ગ્રિફીનને સહેજે સરખાવી શકાય છે. જે પરથી લાગે છે કે વ્યાલ રૂપાંકનનું મૂળ હખામીય ઇરાન હોવું જોઈએ. પ્રાચીનકાલ મૂળ ઉદ્ગમ સ્થાનેથી ભારતમાં આગમન થયું હોય અને અહીંના વાતાવરણ અનુરૂપ એનું સ્વરૂપ વિકાસ પામ્યું હશે. અન્ને સમય જતાં સુશોભનમાં એ રૂઢ થયું હોવું જોઈએ. સાંચીના તોરણમાં પાંખાળા સિંહવ્યા છે. જ્યારે મૌર્યકાલના સપંખ સિંહ કે ગ્રિફીનની ચર્ચા આગળ કરી ગયા છીએ. ગુપ્તકાલ સુધીમાં સિંહપાંખનું આલેખન બંધ થઈ ગયું અને વ્યાલને નવીન આકર્ષક રૂપ પ્રદાન થયું. અનુગુપ્તકાલે આ વાલરૂપની યાત્રા ભારતના સીમાડા ઓળંગીને શ્રીલંકા અને દક્ષિણ-પૂર્વ એશિયા ખાસ કરીને જાવા જેવાં દેશમાં તેનું આગમન થઈ ચુક્યું હતું.૧૩