________________ 76 પ્રાચીન ચોથી શતાબ્દીના ઉત્તરાર્ધ ગણાય. આ સમયે એ ગુજરાતની કલાપ્રાગટ્યનો સંક્રાંતીકાલ છે. આ સમયકાલે પ્રચલીત ક્ષત્રપકલા તો છે જ પણ નવીન આવનાર ગુપ્તકલાનો વર્તારો મળી રહે છે. અને આ તમામમાં પ્રાદેશિકતાના અંશોના સમન્વય (fusion)ની અસર સમજવાની છે. આ દિશામાં ક્ષત્રપકાલના શરૂઆતના કેટલાંક શિલ્પો મથુરાની અસર અને લોકકલાના તત્ત્વો સ્પષ્ટ ઉજાગર કરે છે. શિવના ચરણ પાસે બન્ને તરફ ઠીંગણા અનુચરો છે. આ પૈકી જમણી બાજુના દ્વિભુજમણ આકૃતિના વામ ઉદ્ઘકોણીથી વાળેલા હસ્તમાં મોદક સાથેનું મોદકપાત્ર છે. આવું અલંકૃત મોદકપાત્ર નંદીમુખ પાસે ધરવાની સેવકની મનોહર ચેષ્ટા અગાઉ શિલ્પમાં જોયાનું જાણમાં નથી. જે આવનાર કલાના એંધાણ આપી રહે છે. આ જ સ્થળની દ્વિબાહુ શિવની સમકાલીન માતૃકા મહેશ્વરીની ખંડિત પણ નોંધનીય પ્રતિમા છે. સદ્દભાગ્યે દેવીનું વૃષવાહન અખંડ છે. જે અંતર્ગત પ્રાણી ઘડતરની તમામ ક્ષત્રપકાલીન વિગતો, જેમકે નંદીના નાના કર્ણ, ટૂંકા શૃંગ અને અલંકારો ખાસ કરીને આકાલે આવિષ્કાર પામેલ સિહમુખયુક્ત ઘૂઘરમાળ વગેરે મોજૂદ છે. પ્રાણીશિલ્પ અર્થે ગુપ્તકાલીન, પાંચમાં સૈકાના બે શિલ્પો પ્રસ્તુત છે. પ્રથમ શામળાજી સમૂહનું વિરભદ્ર શિવનું છે. પરંપરા મુજબ અગાઉ સરખી હિબાહુ દેવની નંદીને અઢેલીને ઊભા રહેવાની લઢણ જોવા મળે છે. પરન્તુ પહેલાંની સ્થૂળતા કે કંઈક અંશે અક્કડતાને બદલે હવે ગુપ્તકાલીન નજાકત અને સુકોમળતા દેહ સૌષ્ઠવમાં જોવા મળે છે. પ્રાણીદેહ અને અલંકારોમાં ઝીણવટભર્યકામ અને સફાઈ, હવે આભુષણોમાં ધ્યાન ખેંચે છે. દ્વિતીય શિલ્પ અર્ધનારીશ્વરનું સાબરકાંઠાના બાયડ તાલુકાના ટોટુંગામનું છે.૪૭ આ શિલ્પ તેમજ અન્ય શિલ્પોનો લીલા મરત પાષાણનો (The dark blue on greenish blue schist stone) ગુપ્ત અને અનુગુપ્તકાલીન શિલ્પ-સમૂહ ગ્રંથ લેખકને સર્વેક્ષણ દરમ્યાન જોવા મળ્યો હતો. અર્ધનારીશ્વરના વૃષવાહનના પાછલાકાળના ટૂંકા કર્ણ, ટૂંકા શૃંગ અને અલંકારો મોજૂદ છે. પણ ગુપ્તકલાની દેનરૂપ મોટા નેત્રો પરની અર્ધબીડેલ પાંપણો એક તરફ પ્રાણીને અર્ધનિમીલિત આંખો એ નંદીનું ધ્યાનસ્થ સેવકભાવ બતાવતું રૂપ, તો બીજી તરફ ફૂલેલા નસ્કોરાથી છાકોટા ભરતો પ્રચંડ તાકાતવાળો ભયપ્રેરક આખલો, એ તેજસ્વિતા સાથે બલાઢ્યત્વના અજબ ભર્યાભર્યા સંતુલન અને સમન્વયના પ્રતીકરૂપે છે. અનુગુપ્તકાલના વિહંગાવલોકન માટે છઠ્ઠા સૈકાના બે શિલ્પો પ્રસ્તુત છે. પ્રથમ પ્રતિમા વૃષવાહને અઢેલીને ઊભેલા ગૌરીશંકરની પારેવા પથ્થરની અને સાબરકાંઠાના ગઢાગામની છે. હાલ એ બરોડા સંગ્રહાલય અને ચિત્રાલય, વડોદરાના સંગ્રહમાં સુરક્ષિત છે. સમગ્ર શિલ્પનું પ્રતિમાવિધાન, દેવતા અને વાહનની ઘડતર શૈલી તેમજ અલંકારો આગલાયુગની રૂઢીગત પરંપરાના ઘાતક છે. પણ એમાં તાજગીનો અભાવ વર્તાય છે. 48 દ્વિતીય શિલ્પ નંદી અઢેલીને ઊભેલાં ગૌરીશંકરનું છે. કાયાવરોહણગામનું આ શિલ્પ ગામના સુથારના ઓવારા પાસેના એક નાના મંદિરમાં હોઈ, ગામલોકો દ્વારા પૂજન-અર્ચન થાય છે. 49 આપણે આગળ જોઈ ગયા એ અનુસાર નંદીને અઢેલીને આકર્ષકપણે ઊભા સ્વરૂપનું શૈવ દેવ, દેવી કે યુગલરૂપ ગુજરાતમાં ક્ષત્રપકાલથી આવિષ્કાર પામ્યું. જે પર મથુરાશૈલીની સ્વાભાવિક અસર વરતાય છે. આ લઢણ મૂર્તિવિધાનનું પારંપારિક સ્વરૂપ ગુપ્તકાલમાં