Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 95
________________ 78 પ્રાચીન શતાબ્દીના શિલ્પોમાં વૈવિધ્ય સાથે હજુ ઋજુતા અને જીવંતતા ધબકે છે. ૧૧મા સૈકાની વૃષભ પ્રતિમાઓમાં ચમરા અને નિષ્પમાળા-ઘૂઘરમાળને બદલે હવે અલંકૃત એવી ઘૂઘરમાળ દેખા દે છે. બારમા શતકમાં મોટાકદના શિલ્પો ઘડાયેલાં નજરે ચડે છે. ભવ્યતા હોવા છતાં, એમાં જડતા કંઈક અંશે અક્કડતા દૃષ્ટિગોચર થાય છે. જો કે આગલી શતાબ્દીના અલંકારો અને શૈલીમાં ફેરફાર નથી. સોલંકીશૈલીની અસર તેરમા સૈકા અને ત્યારબાદ લાંબા સમય સુધી સ્પષ્ટ દેખાય છે. આ કાલની મૂર્તિઓ લેખ સંદર્ભે પ્રાણી શિલ્પો ઓછા માર્દવપૂર્ણ હોવા છતાં ચિત્તાકર્ષક છે. જ્યાં સુધી દેવતાઓના પ્રાણીવાહનો અગાઉ જેમ સપ્રમાણ રહ્યાં એ દેવ-દેવીઓની દેહયષ્ટિને અનુરૂપ માપતાલમાં ઘડાયા. પણ હવે એ કંડારણ નિમ્નસ્તરનું નાની આકૃતિમાં દેખાય છે. જો કે નન્દી અને ગરૂડજીની સ્વતંત્ર પ્રતિમાઓ હોવાથી ચિત્તાકર્ષક છે. આ સદીના વ્યક્તિશિલ્પો (Portrait Sculptures) મનમોહક છે. અગીયારમા-બારમા શતકની પ્રાચીન સોમનાથ મંદિરની સ્થાપત્યના ભાગરૂપે નટેશની પ્રતિમા સુંદર છે. અહીં દેવવાહન નન્દી દેવનૃત્ય નિહાળવામાં તલ્લીન કાઢેલો છે. એ જાણે નૃત્યના તાલે સંતુલન રાખતો પાછલો એક પગ આગળ અને આગલો એક પાદ સ્ટેજ ઊંચકતો અને બાકીના શેષચરણો પર ઊભો છે.પ૩ બારમા-તેરમાં સૈકાની, કોટેશ્વરના ગૌરીશંકર પ્રતિમાની પ્રમાણમાં નાની આકૃતિમાં નન્દી ગૌરીના ઝુલતા ચરણને સ્નેહપૂર્ણરીતે ચાટવાની ચેષ્ટા કરી રહ્યો છે. જે કોઈ કલાકારે પ્રાણીચેષ્ટાને આબેહૂબ પથ્થરમાં તરાશી છે. 54 આ સાથે જ તેરમાં શતક સુધીના દેવ સંલગ્ન નન્દી વાહનની ચર્ચા પૂર્ણ કરીએ અને ચારે કોરથી નિહાળી શકાય એવા નન્દી શિલ્પોની વિચારણા કરીએ. ચારે કોરથી જોઈ શકાય એવા નન્દી શિલ્પો ગુજરાતનો સૌથી મોટો અને પ્રાચીનતમ નદી વડોદરા પાસેના ગોરજ (પ્રાચીન મહાદેવપુરા) ગામનો ગણી શકાય. વાતાવરણ તાપ-તડકો અને વર્ષોથી આજે તો એને ઘસારો લાગેલ છે. છતાં ઉચ્ચકોટીના કલાકારે સ્થાનિક જાતીના આખલાનું આબેહૂબ પાષાણમાં સર્જન કર્યું છે. આ વિશાળ નદીની મૂળ જગ્યા કે નન્દીમંડપ તપાસવા ભારતીય પુરાતત્ત્વ સર્વેક્ષણખાતાના પશ્ચિમ વર્તુળ, વડોદરાના ઉત્પનનકર્તાઓની ટીમ દ્વારા એક નાની ખાઈ (Trench) નાખવામાં આવી હતી. ફળ સ્વરૂપ નુકશાની ઇંટેરી માળખુ જોવા મળ્યું. જે ચાર થર બતાવે છે. 55 શક્યતઃ આજ વિશાળ નદીની બેઠકનો ભાગ હોવો જોઈએ. જો કે અહીંથી ખસેડીને હાલ તો એને ગોરજના આધુનિક શિવાલય સન્મુખે મૂકેલા છે. મૂળ લેખકો બી.એમ.પાન્ડે અને નારાયણ વ્યાસના મંતવ્ય અનુસાર આ નદી મૈત્રકકાલનો છે.પ૬ પરન્તુ ગોરેજ નન્દી તત્કાલની શામળાજી સ્કુલની શૈલી અને લઢણમાં તરાશાયેલો છે. જે ક્ષત્રપકાલના અંતભાગના કે ગુપ્તકલાના શરૂઆતના લક્ષણો બતાવી રહે છે. આથી જ એને મૈત્રકકાલા પહેલાં અને ક્ષત્રપકાલના ઉત્તરાર્ધ સહેજે મૂકી શકાશે.પ૭ વળી નન્દી ક્ષત્રપકાલીન ઇંટોનું માળખુ-બેઠકની ખોદાણધાર (cutting) પરથી મળી આવ્યાનું સૂચક હોઈ, એ પણ આ લેખકના સમયાંકનને સ્પષ્ટ પુષ્ટિ આપે છે. તેમ છતાં વધુ પુરાવા અને સંશોધનને અવકાશ છે.

Loading...

Page Navigation
1 ... 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142