________________ 79 વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં (ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) મૈત્રકકાલીન છઠ્ઠા શતકની લીલા મરકત પાષાણની શામળાજીની બે વૃષઃ પ્રતિમાઓ અદ્યાપિ પર્યત ગુજરાત માટે તો સૌથી પ્રાચીન ગણાતી હતી. પરન્તુ ગોરજ ઉત્પનન અને અહીંની નન્દી પ્રતિમાના સંશોધન બાદ હવે તેમ ગણવાની કોઈ ઔપચારિકતા રહેતી નથી. - શામળાજીની રણછોડજી મંદિરની નન્દી પ્રતિમા હાલ મુંબઈના છત્રપતિ શિવાજી સંગ્રહાલય (પહેલાંનું પ્રિન્સ ઑફ વેલ્સ મ્યુઝિયમ-વેસ્ટર્ન ઇન્ડિયા)ના સંગ્રહમાં સુરક્ષિત છે. 59 નંદીમુખનો અગ્ર થોડોક ભાગ અને શીંગડા ખંડિત છે. ડોક નીચેની ગોદડી પરના સળ, ખૂંધ અને બેસવાની પ્રાણીની ઢબ અત્યંત વાસ્તવદર્શી લાગે છે. આમળા પડેલી ભાતવાળી દોરડા જેવી સાંકળ ડોકમાં પરિધાન કરેલી છે. જે શામળાજીના દ્વિભુજ શિવના વૃષ વાહને ગરદનમાં ધારણ કરેલ સાંકળ સાથે સરખાવી શકાય છે. પ્રસ્તુત શામળાજી નન્દીમાં એક ઘૂઘર બાદ ચમરી પહોળા પટ્ટામાં લગાવીને આખીયે ઘૂઘર-ચમરીમાળ, જે કોટ પાછળથી સરકતી બતાવેલી છે. જે ઘૂઘર-ચમરીમાળાની અલંકારીકતા સદી બાદના સાંઢીડા નન્દીમાં પણ જોવા મળે છે. બેઠકાધીન વૃષભની બીજી તરફ યોદ્ધો? અને મધ્યમાં મોદકપાત્ર કાઢેલાં છે. શામળાજીની વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત નદી મુખભાગથી અને શીંગડાથી ખંડિત છતાં, અતીવ સુંદર ભાસે છે. ડોકમાં અગાઉની જેમ સાંકળ હોઈ, શામળાજીના વીરભદ્રશિવના વૃષવાહનની ધારણ કરેલ સાંકળ સાથે નિકટનું સામ્ય બતાવે છે. નંદીનો મોટો ડોળો શિવ તરફનો સમપર્ણભાવ બતાવી રહે છે. ગરદન નીચેની ગોદડીના સળ સુરેખ છે. મોટી ખૂંધ પાછળથી જતી ઘૂઘરમાળ આકર્ષક લાગે છે. વિસામામાં બેઠેલા પ્રાણીશિલ્પનું કંડારણ પૌરુષત્વ, જોમ, ઉત્સાહ અને શક્તિનું રૂપ લાગે છે.૬૦ તમામ બાબતોના સંયોજન અને સંતુલન બતાવતો નન્દી ઉચ્ચકોટીના કલાકારની દેન છે. ઢાંકીના જણાવ્યા અનુસાર પ્રસ્તુત વૃષભ કર્નાટ નદીની કેટલીક વિશેષતા ધરાવે છે. 1 પ્રમાણમાં ઓછી જાણીતિ શામળાજીની એક નાની નન્દી પ્રતિમા બરોડા મ્યુઝિયમ એન્ડ પિક્સર ગેલરી, વડોદરાના સંગ્રહમાં છે. મતલબ કે શામળાજીની પારેવા પાષાણની કુલ ત્રણ મૂર્તિઓ થઈ. આ નાના નન્દીનો મુખભાગ, શૃંગ અને ખૂંધ તૂટેલાં છે. અન્ય વિગતો ઘૂઘર-ચમરીમાળ, સાંકળ અને મસ્તકાભરણ રીતના અલંકારો અગાઉ જેવાં જ પારંપારિક છે. જે પ્રતિમાને ઉપરોક્ત બેય નન્દી મૂર્તિની સમકાલીન ઠેરવે છે. ઇસ્વીસનના છઠ્ઠા શતકની નન્દી પ્રતિમાઓમાં સાબરકાંઠાના બાયડ તાલુકાના ટોટુગામની વૃષભમૂર્તિનો અગત્યનો ઉમેરો થયો છે. જે બેઠક સાથેની લીલા મરકતપાષાણની હોઈ, આ વિસ્તારમાં તત્કાલીન સમયના શિવાલયનો નિર્દેશ કરી જાય છે. પોઠીયાની આગળ આવતી ખૂંધ તેમજ ગરદન નીચેની ગોદડીની રચના વાસ્તવદર્શી છે. જે મુંબઈના છત્રપતિ શિવાજી સંગ્રહાલયની શામળાજીની રણછોડજી મંદિરવાળી વૃષભ પ્રતિમા સાથે સરખાવી શકાય છે. મૂર્તિના વૃષભ નસ્કોરા, શીંગડા, કેટલોક મુખભાગ તેમજ તામસની આકૃતિ વગેરે તૂટેલાં છે. ડોકમાં ઘાતુચન અને કોટ પાછળથી સરકતી જતી ઘૂઘર ચમરામાળા પહેરાવેલી છે. વિશાળ નંદી કપોલ પર મસ્તકાભરણફીત દેખાય છે. 63 સાતમી શતાબ્દીના નમૂનાઓમાં વલભીપુર નજદીકના સાંઢીડા ગામની વૃષપ્રતિમાનું વિશિષ્ટ