Book Title: Prachina
Author(s): Ravi Hajarnis, Jitendra B Shah
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 101
________________ 84 પ્રાચીન ગુજરાતની નન્દી પ્રતિમાઓમાં કર્ણાટની વિશેષતાઓ પણ દષ્ટિગોચર થાય છે. પૂર્વકાલીન શામળાજી, મધ્યકાલીન સાંઢીડા (સાતમી શતાબ્દી) લિંબજ (આઠમું શતક) તેમજ સલેખ .સ.૧૦૬૯ની મહિષાની નન્દી પ્રતિમા વગેરે એને પ્રમાણિત કરે છે. દક્ષિણાત્ય પલ્લવકાલીન કેવલતા ટેકનિકમાં પશુદેહના અંગ-ઉપાંગોના ઉઠાવ પૂરતું જ ટાંકણું વપરાય છે. આ કેવલતા ટેકનિક જેવી જ ટેકનિકનો ગુજરાતમાં ઉપયોગ થયો છે. દક્ષિણ ગુજરાત (લાટ) પર બદામીના ચાલુક્યો, રાષ્ટ્રકુટો અને કહ્યાણીના ચાલુક્યોની આણ રહી ચુકી હતી. જે કારણે આ શક્ય બન્યું હોય. આ સિવાય શિલ્પકારોની કર્ણાટ-ગુજરાતની આવનજાવન પણ કારણ હોય. વળી બેય રાજ્યોના સાંસ્કૃતિક સંબંધો પણ જવાબદાર હોઈ શકે. આવી જ વૃષપ્રતિમાઓ ખજુરાહોના વિશ્વનાથ મંદિર તેમજ ઇલોરામાં પણ જોવા મળે છે. ઢાંકીના મત અનુસાર મધ્યકાલીન કર્ણાટક અંતર્ગત આજનું મહેસુર રાજ્ય, ગોવા, મહારાષ્ટ્ર રાજ્યનો દાક્ષિણાત્ય વિસ્તાર અને આધ્રપ્રદેશના પશ્ચિમભાગના કેટલાંક જિલ્લાઓ સમાવિષ્ટ હતાં. બાંગ્લાદેશના પાટનગર ઢાંકાના મ્યુઝિયમમાં એક ઉલ્લેખનીય નંદી શિલ્પ છે. જે પોઠીયાની ખૂધને વૃત્તાકારે આવરતી સ્કંદમાલા પહેરાવેલી છે. જો કે ગુજરાતની પરંપરામાં સ્કંદમાલા જોવા મળતી નથી. અહીંની નન્દી પ્રતિમાઓમાં અદ્યાપિ સ્કંદમાલા દેખાઈ નથી. મધ્યકાલના ઉત્તરાર્ધમાં ચૌદમા શતકથી સોળમી શતાબ્દી પર્વતની વૃષપ્રતિમાઓને પીઠના ભાગથી નક્કાશીવાળા જાડા કપડાથી શણગારેલી જોવા મળે છે. કેટલાંક દષ્ટાંતોમાં નંદીમુખને દોરડાથી બાંધવામાં આવતું. જેમાં કર્ણભાગ પછવાડેથી દોરડું લઈ આગળના ભાગે દંતપંક્તિઓને કસીને બાંધવામાં આવતું.૮૧ નન્દીના કર્ણભાગ શીંગડાના મૂળ ઉદ્ગમ ભાગ નીચે સમાત્તર એક બાજુએ કંડારવામાં આવતાં. પાદટીપઃ 9. 0. P. Sharma, Bull In Indian Art and Literature, Journal of Uttar Pradesh Historical Society, Vol. V (NW) 1957, part-I, P.22. 2. Swami Satyananda, Origin of Cross, Calcutta, P.13 3. Brion Marcel (Trans) Gaute Hogarth, Animals In Indian Art, London, 1959, page.16 X. Bharat K. Iyer, Animals in Indian sculpture, 1977, Bombay, page.20 4. Jacques (Trans.) Carter Anne, Man and Beast-A visual History, 1964, London, page-14 6. વધુ વિગતો અર્થે જુઓ : Ravi Hajarnis, 'Some Prehistoric Paintings In Sabarkantha, Rasikbhai Parikh Commemoration Vol. Ed Gautam Patel & Bharati Shelat, Ahmedabad, 2006, P.478. 7. Jacques (Trans.) ઉપર્યુક્ત, પૃ.૪૨ 8. રવિ હજરનીસ અને વર્મા, સાબરકાંઠામાં મળી આવેલાં ગુફાચિત્રો, કુમાર, ફેબ્રુ.-૧૯૭૯ 6. Ravi Hajarnis, Bull and Sun In the Rock Art of Sapawada, Gujarat, Journal of Oriental Institute, Vol. 44, Nos 1-4 sept. 1994. June 1995 issue p.188. 10. ઉપર્યુક્ત, પૃ.૧૮૯

Loading...

Page Navigation
1 ... 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142