________________ વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં (ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) 83 અને એમની રોજીંદી ટેવો વગેરેનો સંપૂર્ણ ખ્યાલ હતો. અને આ નિરીક્ષણ અને અનુભવની હાથોટીથી એમણે પશુના અંગઉપાંગો વાસ્તવિકતાથી બતાવવાનો સુપરે પ્રયાસ કર્યો છે. અને સફળતા હાંસલ કરી છે. આ સાથે એમણે મૂળકલાધારા સાથે પ્રાદેશિક અસર બતાવતાં વિશિષ્ટ કલાશેલી તત્ત્વો (Idiom)નું સંયોજન (Fusion) આપણે સમજવાનું છે. આ પ્રાદેશિક વિશિષ્ટતા જેવી કે આખલાનું ભારે-મજબૂત માથુ (massive head), ભવ્ય કપોલ (broad Temple), ફૂલેલા નસ્કોરાં (inflated nostrils) વગેરે અગત્યના છે. સાથે સાથે સ્થાનિક પ્રાદેશિક પશુ-ઓલાદ (Local breed)ની જાણકારી અત્યંત આવશ્યક છે. ઉચ્ચકોટીના કલાકારે તો ઉક્ત તમામ બાબતો લક્ષમાં રાખી પરંપરા હેઠળ પાષાણમાં નદીને કંડાર્યો છે. શરૂઆતના નંદી વાહનો યુવાવયના, જોમ અને તરવરાટવાળા, ટીખળી અને સુંદર પ્રાણીદેહવાળા તરાશેલાં છે. નાના કાન, ટૂંકા શીંગડા પણ કિશોરવયનો જ નિર્દેશ કરે છે. વળી સલાટોએ તો પશુનો નટખટ સ્વભાવ, રમતિયાળ ભાવ પણ નન્દી ફિલ્મોમાં સુપેરે ઉજાગર કરેલો છે. દા.ત. મૂળ રોડાની અને હાલ વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત નવમા સૈકાની વૃષભારૂઢ ઉમા-મહેશ્વર પ્રતિમાં જેમાં વાહન પોઠીયાનો પોતાની જમીન તરફ જોવાની મુખની ચેષ્ટા અને તેમ કરતા ઉર્ધ્વ, શિવ તરફ મુગ્ધતાથી નિહાળવાનો ભાવ અભૂત છે. અન્ય એક દષ્ટાંતમાં દેવી પાર્વતીના ચરણને નન્દીમુખથી સ્પર્શ કરવાની ચેષ્ટા છે. જે પ્રાણીના પ્રેમનો સહજભાવ બતાવે છે. બીજા ભાગમાં સ્વતંત્ર નંદી શિલ્પો અંતર્ગત બેઠા સ્વરૂપનું નંદી આલેખન પારંપારિક, રૂઢીગત અને ગ્રંથસ્થ નિયમોનુસાર છે. જેમાં પાછલા નંદીપાદ આગળ લઈ, આગળના ઘૂંટણથી વાળી પાછળ લીધેલા બતાવેલા હોય છે. ગાય-બળદની વિશ્રાન્તિ સમયે બેસવાની રોજીંદી ટેવનું આબેહૂબ પથ્થરમાં આલેખન છે. આમ ઉચ્ચ કોટીના કલાકારે તરાશવાની કલામાં તજ્જ્ઞતા અંકે કરી લીધી હોવાનું નંદી શિલ્પો પરથી કહી શકાય. આ જ્ઞાન પારંપારિક વારસાગતરૂપે શિલ્પકારોએ પછીની પેઢીને આપ્યું. નંદીને શૃંગભરણ, મણીરેખા (મસ્તકભરણ), દોરડું કે ચેન વગેરે જેવા આભુષણોનો શણગાર કરાતો. મધ્યકાલની ગરબાડા નન્દી પ્રતિમા (૧૧મી સદીનો પૂર્વાધ)માં દોરડાને આગળ ઘંટીકા બાંધેલી છે. ઈ.સ. ૧૨૬૯ની મહિષાની વૃષભમૂર્તિમાં ગોદડીની સીમીત થતી વલ્લીઓ ઉત્કીર્ણ રેખાઓથી ગોળાકારે શૈલીમય બતાવેલી છે. પશુની ખાંધ પણ શરૂઆતની પૂર્વકાલીન પ્રતિમાઓમાં મોટી આગળ આવતી નૈગિક ઘડેલી છે. જે આગળ જતાં, સાંઢીડાના અપવાદને બાધ કરતાં મધ્યકાલીન નન્દી શિલ્પોમાં શૈલીમય નાની અને કંઈક અંશે જડ ખૂંધમાં પરિણમે છે. સમયનુસાર મુખ્ય કલાપ્રવાહ (main Art stream) અને ગ્રંસ્થસ્ત નિયમો અતિરિક્ત કલાકાર માટે તો આસપાસનું પશુજગત જ પ્રેરણા હતું. નન્દી શિલ્પો માટે પ્રાદેશિક કાંકરેજી કુળની ઓલાદો કે અન્ય પરિચિત પશ્ચિમ ભારતીય આખલાઓ જ મોડેલ હતાં. જેને પ્રાદેશિકતાના વિશિષ્ટ અંશો (Idiom) કહી શકાશે. આમ મુખ્યકલાપ્રવાહ સાથેનાં પ્રાદેશિકતાના તાણાવાણા એક સુંદર કલારૂપનું નિર્માણ કરે છે.