________________ 82. પ્રાચીના મોટા ઉઘાડા નેત્રોમાં સેવકનો શિવ માટેનો નમ્ર સમર્પિત ભાવ જોવા મળે છે. વૃષ પ્રતિમા કર્ણાટની નન્દીમૂર્તિઓની કેટલીક લાક્ષણિકતા બતાવે છે. ઢાંકી કલાશૈલી અને લેખને આધારે પ્રસ્તુત નન્દીશિલ્પને .સ.૧૫૬૯માં મૂકે છે. આજથી આશરે ત્રીસેક વર્ષો પહેલાં અંકલેશ્વર (પ્રાચીન અક્રૂરેશ્વર) મ્યુનિસિપાલિટીની ખોદાણ કાર્યવાહી દરમ્યાન અત્યંત ધસાયેલ પણ વિશાળકાય નદી મળેલ. જે કેનની મદદથી કાઢવામાં આવેલ. તત્કાલીન સમયે પાટનગરની શોભા અર્થે ગાંધીનગર ગુલાબ ઉદ્યાન ખાતે મૂકવામાં આવ્યો હતો. જો કે હાલ ગાંધીનગરમાં કે અન્યત્ર એના સ્થાન અંગેની કોઈ જાણ લેખકને નથી. શિલ્પનો મુખભાગ અને શૃંગ ખંડિત છે. કોટ પાછળથી સરકતી ઘૂઘરમાળ થોડોક આગળનો ભાગ પશુમુખ સન્મુખ કાઢેલા મોદકપાત્રના પછવાડેથી આકર્ષક રીતે જતો બતાવ્યો છે. બારમી શતાબ્દીમાં મોટા અને વિશાળ શિલ્પોનું ઘડતર થતું. ઘસાયેલ હોવા છતાં, દસ્તાવેજરૂપે નન્દીને રજુ કરાયો છે.૭૮ દાહોદ (પ્રાચીન દધિપુર)નો શીર્ષ વિહીન પણ વાસ્તવદર્શી નન્દી તેરમા શતકનો છે. જેને તમામ ઔપચારિક અલંકારો પહેરાવવામાં આવ્યા છે. વધુ અન્ય કોઈ ખાસ વિશેષતા નથી. જો કે તેરમી શતાબ્દીનો સર્વોત્તમ પણ ખંડિત નન્દી વડોદરા જિલ્લાના મૂંડાવ ગામે જોવા મળ્યો છે. જેનો થોડોક મુખભાગ, નિતંબ અને પીઠ વચ્ચેનો ઉપલો કેટલોક અલ્પભાગ તથા ગરદન નીચે ગોદડીનું નીચલું અંગ વગેરે તૂટેલાં છે. છતાંયે ગોદડીની શેષ ચામડી પરની વલ્લીઓ આબેહુબ કાઢેલી છે. ડોકમાં બેસેરીમાળાનું દોરડું પહેરાવવામાં આવ્યું છે. કોટ પાછળથી સરકતી નિષ્કમાલાના ઉપલાં અંકોડા ઘૂઘરાની પટ્ટિકામાં પરોવેલાં છે. આથી પોઠીયો જરા સરખી પણ હાલચાલ કરે તો કેવો મધુર સંગીતના તાલે રણકાર થતો હશે ! એ તો કલ્પના જ કરવાની રહે. એકંદરે દમામવાળો વૃષભ આંતરિક જોમ, બલાત્યતા અને જિવતતાના પ્રતીક સમો ભાસે છે. અંતમાં ભરૂચ જિલ્લાના કાવિ વિસ્તારની ૧૨મા ૧૩મા સૈકાની નન્દી પ્રતિમાનો ઉલ્લેખ જરૂરી છે. હાલ આ સુંદર નન્દીશિલ્પ ઇ.એમ.ઇ.સ્કુલ, વડોદરાના મંદિરના પરિસરમાં સુરક્ષિત છે. વૃષભને ચેઈન, ઘૂઘરમાળ અને અલ્પ આભુષણોથી સજાવેલો છે. ઉપરોક્ત અભ્યાસના નિષ્કર્ષ અન્વયે પ્રથમ વિભાગમાં દેવતા સંલગ્ન નંદી વાહનની ચર્ચા કરવામાં આવી છે. આ અંતર્ગત એ બેઠારૂપે કે ઊભા સ્વરૂપે રજુ કરાયો છે. ઊભા સ્વરૂપમાં એ જુદી જુદી અંગભંગીમાં દેખાય છે. જેમ કે માથુ નીચે કરી ફૂલેલા નસ્કોરાથી છીકોટા ભરતો જુસ્સાવાળો અને ગુસ્સાવાળો ગોળો. તો બીજી તરફ આકર્ષકપણે શીર્ષ હેજ નીચે કરી, ઊર્ધ્વમાં લઈને શિવ-પાર્વતી તરફ જોવાની એની ચેષ્ટા અદ્ભુત છે. જે ખૂબ મનમોહક લાગે છે. એક અન્ય કૃતિમાં કંડારાયેલો ઉત્કૃષ્ટ વૃષભ નૃત્યમાં રત છે. મુદ્રાઓ અને સિક્કાઓ પર અંકીત વૃષ આકૃતિઓ બેઠા સ્વરૂપની કે ઉભડક બેઠા સ્વરૂપની વાસ્તુશાસ્ત્રના ફરમાને કાઢેલી પારંપારિક છે. જેનો અર્થ એ થયો કે દેવતા સંલગ્ન નંદી વાહનો માટે કોઈ પ્રતિમાવિધાનના કોઈ ગ્રંથસ્થ નીતી નિયમો બાધ્ય નહોતા. આથી શિલ્પીઓએ પોતાની કલ્પના, સર્જકતા, અનુભવ અને સૂઝબૂઝ પ્રમાણે મૂર્તિઓ ઘડેલી છે. ઉચ્ચકોટીના કલાકારોને પ્રાણીના મિજાજ