________________ વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં (ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) 81 તો એ ચૌક્કસ સહાયરૂપ બને. આ અનુસંધાન અહીં મહારાષ્ટ્રના મોરેગાવના નન્દીનું દૃષ્ટાંત રજુ કર્યું છે. શિલ્પકારે અહીં પ્રથમ બાહ્ય પ્રાણીદેહ આકાર કાઢેલો છે. પછી બાહ્યરેખા અંતર્ગત બહારના બીનજરૂરી લવચીક ભાગોને ટાંકણાથી દૂર કરેલાં છે. અને એ દ્વારા તમામ સંપૂર્ણ વિગતો મેળવી કાર્ય પૂર્ણતા મેળવાય છે અને આમ એક સૌષ્ઠવપૂર્ણ અલંકારોવાળા મધ્યકાલીન નન્દીનું નિર્માણ થાય છે. જો કે ગુજરાત-સૌરાષ્ટ્ર વિસ્તારની વૃષભ પ્રતિમાઓ આજ ટેકનિકથી કંડારાતી હતી કે કેમ ? એ હાલને તબક્કે કહેવું મુશ્કેલ છે. સાબરકાંઠાના મટોડા ગામનો નન્દી કર્ણ અને શૃંગ ભાગથી ખંડિત છે. લાબું પાતળુ થતુ મોટુ મસ્તક, વિશાળ કપોલ, ફૂલેલા નસ્કોરા અને મોટી પહોળી ઉઘાડી આંખો વગેરે ધ્યાનાકર્ષક હોઈ, વૃષભને સુંદર દેખાવ આપે છે. ગોદડી મોદકપાત્રના પાર્શ્વમાં કાઢેલી છે. ગરદને ધાતુ પટો, તો નિષ્કમાલા ખૂંધ પછવાડેથી સરકતી હોઈ, મધ્યમાં ગાંઠ પસાર થતી ગોળાકાર (loop) બનાવે છે. મટોડા વૃષભ દસમા સૈકાનો મનોહર નમૂનો કહી શકાય. દસમી-અગીયારમી સદીની એક શીર્ષ અને ખાંધ તૂટેલી વૃષભ પ્રતિમા મા.પાવાગઢના લકુલીશ મંદિર પાસે મૂકેલી છે. જેમાં પ્રાણીદેહની બેસવાની ઢબ અને આભુષણો અગાઉ સરખા રૂઢીગત છે.* ગ્રંથ લેખકને સર્વેક્ષણ દરમ્યાન વડોદરાના પ્રતાપનગર વિસ્તારના સમીપે આવેલાં દંતેશ્વરગામના તળાવના પૂર્વીય તટ પર એક તૂટેલી અને ઓઈલ-પેઇન્ટ નન્દી પ્રતિમા જોવા મળી હતી. જેના ડૉકમાં દોરડું, નંદી પીઠે ઘૂઘરમાળા અને કપોલે મણીરેખાના અલંકાર સુશોભનો છે. પશુમુખ આગળ મોદક, કુનીકા અને ગણ આકૃતિ છે. તુલનાત્મક રીતે દતેશ્વરના પોઠીયાને અગીયારમા/બારમા શતકમાં સહેજે મૂકી શકાશે. દાહોદ જિલ્લાના ગરબાડા ગામનો વેલ્કાપાષાણનો મનોહર નન્દી અગીયારમી શતાબ્દીનો છે.૭૫ ઈંગ બટકેલા તો નંદી મુખનો થોડોક ભાગ તૂટેલો હોઈ, મળેલો નથી. ગોદડીની ચામડીના સળ રૂઢ સંકેતોનુસાર હવે શૈલીમય stylized થયેલા વરતાય છે. મતલબ અગાઉનૈસર્ગીક રચનાને બદલે હવે સોલંકીકાલ સુધીમાં આગવી શૈલીગત જોવા મળે છે. સુશોભનાત્મક હાર પણ ઔપચારિક બની રહે છે. ગરદને મોટી ઘંટા બાંધેલો સુરેખ અલંકૃત પટો નવી તરાહની ડિઝાઇનવાળો છે. આ રીતે જ ઘૂઘરચમરીમાલા કે નિષ્ઠમાલાની જગા, હવે અત્યંત સુશોભિત મણીરત્ન અને ફૂલના ડિઝાઈનવાળા અલંકૃત પટાએ લીધું છે. ધાતુના આ પટાનું કામ અત્યંત ઝીણવટભર્યું છે. છતાં પગ અને ખૂધ કંઈક અક્કડ લાગે છે. ટૂંકમાં કહી શકાય કે હજુ પ્રાણીશિલ્પમાં સજીવતા ધબકે છે. ગુજરાતની અદ્યાપિપર્વતની એકમાત્ર જ્ઞાત સલેખ નંદી પ્રતિમા 6 ખેડા જિલ્લાના મહિષા ગામની છે. શિલ્પના ચહેરાનો કેટલોક ભાગ નાસિકા અને શીંગડા ખંડિત છે. ડોકમાં શૃંખલારૂપીમાલા અને તૂટી ગયેલાં શૃંગમૂળના ઉગમભાગ આસપાસનું ત્રણસેરીનું શૃંગાભરણનું આભરણ હજુ જોઈ શકાય છે. કોંટ નીચેથી સરકતી પાંચસેરી પગતી ઘૂઘરમાળ વૃષ:વક્ષસ્થળને આવરતી અને જાણે ત્વચાને ચોટેલી ધ્યાનાકર્ષક છે. એક બાજુ બલાઢય સૌષ્ઠવપૂર્ણ નંદીની ઘટતાથી બેસવાની ઢબ છે. તો બીજી તરફ એના