________________ વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) સંપૂર્ણ વિકાસ પામેલું અને અનુગુપ્તકાલે કે તત્પશ્ચાત ચાલુ રહ્યું હતું. આ સંદર્ભે કાયાવરોહણની સવાલવાળી ગૌરીશંકર પ્રતિમા અગત્યની છે. ફિલ્મમાં પ્રાદેશિકકલાના અંશો સહ છેલ્લા તબક્કાના ગુપ્તકલાની અસરનો વર્તારો છે. છટાભેર પાછળ ઊભેલા વાહન નંદીનું ભારે-મજબૂત મસ્તક તથા પહોળુ કપાળ આ વિસ્તારના જીવંત બળદનું, તાદૃશ્ય ચિત્રણ લાગે છે. ઝીણવટથી જોતાં પશુના બે પગ વચ્ચે લાકડાનો ટુકડો કે દોરડા જેવું અસ્પષ્ટ ભાસે છે. મારકણા બળદને કાબૂમાં રાખવા ખેડૂતો આ રીત અંજમાવતા હોવાનું ચરોતરમાં નાનપણમાં જોયાનું ગ્રંથ લેખકના સ્મરણમાં છે. નંદીને અઢેલીને આકર્ષક ભંગીમાં બતાવેલાં ઊભા સ્વરૂપના શિવ અને અન્ય શૈવ દેવી-દેવતા તેમજ શિવ-પાર્વતીની પ્રતિમાઓ ગુજરાતમાં ક્ષત્રપકાલથી જોવા મળે છે. જેનો આવિષ્કાર મથુરાકલામાં થયો હોય. જેનો સમય કુષાણકાલ એટલે પ્રતિમાવિધાનની શરૂઆત હોય. જેનું નિશ્ચિતરૂપ અને સંપૂર્ણ વિકાસ ગુપ્તકાલમાં જોવા મળે છે. જે પશ્ચિમ ભારતમાં ખાસ કરીને રાજસ્થાન અને ગુજરાતમાં પણ આ રૂપવિધાન પ્રચલીત થયું. જે અનુગુપ્તકાલ જેવા લાંબા સમય સુધી અત્યંત લોકપ્રિય રહ્યું. પાર્થમાં નંદી કે નંદી અઢેલીને ઊભા સ્વરૂપની દેવપ્રતિમાઓ અંગે આપણે વિગતે જોઈ ગયા. હવે દેવ-દેવીના નંદી આરૂઢ કે તેમના ચરણ પાસે કંડારેલ વૃષવાહનની ચર્ચા સંક્ષિપ્તમાં પ્રસ્તુત છે. કાયાવરોહણની મહેશ્વરીનું વૃષવાહન ગુર્જર પ્રતિહાર સમયમાં એટલે કે આઠમા-નવમા સૈકાનું છે. 50 જે પર અગાઉના પ્રણાલીગત રૂઢી રીવાજો અનુસારના મસ્તકાભરણ અને ઘૂઘરમાળ મોજુદ છે. પણ આ સિંહમુખયુક્ત ઘૂઘરમાળના મધ્યમાં ઘંટિકાનું નવીન ઉમેરણ છે. વૃષ ખંડિત છતા એનો એકદર દમામ, અર્ધનિમીલિત આંખો, મુખભાવ વગેરે આકર્ષક છે. હાલમાં આ શિલ્પ વડોદરા સંગ્રહાલયના સંગ્રહમાં સુરક્ષિત છે. વડોદરા સંગ્રહાલયની મૂળ રોડા ગામની ઉમા મહેશ્વરની નંદી આરૂઢ પ્રતિમા નવમા શતકની છે. વેળુકા પાષાણમાંથી કંડારાયેલી મૂર્તિમાં એક અંત્યત ચપળ, વેગવાન અને સુંદર શરીર સૌષ્ઠવવાળા વૃષભનું આલેખન થયું છે. નંદીમુખની નજાકતભરી હેજ નીચે ઝુકાવીને ઉપર શિવ-પાર્વતી તરફ જોવાની ચેષ્ટા માર્દવપૂર્ણ લાગે છે. પાછલાયુગના યુવાવયનો નિર્દેશ કરતા ટૂંકા શૃંગ અને કર્ણ ચાલુ રહ્યા છે. કપોલે એ કાલની મસ્તકાભરણફીત પણ ચાલુ છે. પરન્તુ હવે ડોકમાં નિષ્પમાલા (Necklace of coin dicks) ધારણ કરેલી છે. પૂર્વકાલીન નંદી પ્રતિમાઓના ગરદનના અંલકારોમાં ચમરીમાળ કે ઘૂઘરમાળ જોવા મળે. જ્યારે અહીં નિષ્ઠમાલા પ્રથમવાર ફેરફાર સૂચવે છે. વૃષાભારૂઢ શિવ પાર્વતીની મૂર્તિના પ્રમાણમાં વૃષભ સપ્રમાણતાથી કંડારેલ છે. અત્યંત સજીવ લાગતો નંદી તત્કાલના પ્રાણીશિલ્પોનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. 51 ઉપરોક્ત બાબતથી એ સ્પષ્ટ થાય છે, કે નવમાં સૈકા અને પછી આદ્યસોલંકીકાલના દસમી શતાબ્દી સુધીના શિલ્પોમાં વાહન સંલગ્ન દેવતાઓને અનુરૂપ ધ્યાને રાખીને સપ્રમાણ ઘડાતા દસમા શતકની શિવપાર્વતીની વૃષભારૂઢ પ્રતિમા વરણામા ગામની હોઈ ઉક્ત વાતને પુષ્ટી આપે છે. જેમાં વાહનમુખ ખંડિત છતાં પ્રાણીશિલ્પની સૌષ્ઠવપૂર્ણ સુંદરતા ધ્યાનાકર્ષક છે.પર દસમી અને અગીયારમી