________________ 74 પ્રાચીના પ્રાસાદમંડનમાં જણાવ્યા અનુસાર મૂર્તિની ઊંચાઈના નવ ભાગ કરવા તેમાંથી પાંચ, છ, અથવા સાત ભાગ જેટલી વાહનની ઊંચાઈ રાખવી. એ અનુસાર મૂર્તિના ગુહ્ય, નાભિ અથવા સ્તનભાગ જેટલી વાહનની ઊંચાઈ રાખવી. આ પ્રમાણે ત્રણ ત્રણ પ્રકારે વાહનની ઊંચાઈ જાણવી.૩૦ આ જ ગ્રંથના ૨૧માં શ્લોકમાં જણાવ્યું છે, કે વાહનની ઊંચાઈ મૂર્તિના ચરણ, જાનુ અથવા કમર સુધી દષ્ટિ રહે તે પ્રમાણે રાખવી. નંદીની ઊંચાઈ શિવલિંગના વિષ્ણુભાગ અર્થાત્ જલાધારી સુધી અને સૂર્યના વાહનની ઊંચાઈ મૂર્તિના સ્તનભાગ સુધી જાણવી.૩૧ અપરાજિતપૃચ્છા મુજબ નંદીવાહનની ઊંચાઈ શિવલિંગના વિષ્ણુભાગ સુધી દષ્ટિ રહે તે પ્રમાણે કરવી. જે સ્થાનમાં દૃષ્ટિ રાખવાનું કહ્યું છે, તે સ્થાનમાં ના હોય તો દુઃખકારક છે. ઉપરોક્ત સ્થાનથી દષ્ટિ નીચી રહે તો સુખનો નાશ કરે અને ઊંચી દૃષ્ટિ રહે તો સ્થાન હાની થાય. આથી નિર્દિષ્ટ સ્થાનમાં જ વાહનની દૃષ્ટિ રહે એ મુક્તિના સુખની દેવાવાળી છે. વધુમાં ગ્રંથ અલંકારોની તથા અન્ય બાબતોની પણ માહિતિ આપે છે. એ અનુસાર નંદી કે નંદીકેશ્વરને અલંકારોથી વિભૂષિત કરવો જોઈએ અને મોદક સહિતનું મોદકપાત્ર નંદીમુખ પાસે રાખવું જોઈએ. નંદી એ અનેકોનેક અંગઉપાંગો ધરાવતાં મંદિરના જટિલ સ્થાપત્યનો ભાગ છે. તો નંદીશિલ્પ તરીકે જે તે સમયકાલ અને પ્રાદેશિક વિસ્તારના જીવંત ગોધાનું પ્રણાલીગત, પ્રતીકાત્મક કે રૂપાત્મક આબેહૂબ પાષાણમાં કંડારેલું સ્વરૂપ છે. જેની ભૂષણક્ષમતા ઉચ્ચકોટીના કલાકારના ટાંકણે નિર્ભર છે. મુખ્ય કલાશૈલીમાં વિવિધ પ્રાદેશિકકલાના સમન્વયાત્મક (Synthesis)ના એકીકરણરૂપ (fusion) ઉત્તર ભારતની કેટલીક નંદી પ્રતિમાઓ મનોહર ઉત્કૃષ્ટ નમૂનારૂપ તો છે પણ વિશાળકાય અને સંવેદનક્ષમતાના સ્પંદન જગાડતી દક્ષિણ ભારતની વૃષવાહન પ્રતિમાઓ બદમાં શિરમોર છે. ઢાંકીના જણાવ્યા મુજબ ત્રણ નંદીસ્થાન દક્ષિણના પ્રાસાદોમાં જોવા મળે છે.? 1. ગર્ભગૃહ સમ્મુખ દૃષ્ટિ રાખતું અર્ધમંડપ બહારનું સ્થાન 2. વિમાનના ચારે ખૂણા તરફ ધ્યાનાકર્ષક કરવા મુકાયેલા નંદી 3. મંદિર પ્રાકાર ભીંત ટોચ પર આંશીક પ્રતીકાત્મક અને આંશીક સુશોભનાત્મક મુકાયેલી નંદી મૂર્તિઓ. આખરે તો નંદી પ્રતિમાઓ ગ્રંથોમાં અપાયેલ પ્રતિમાવિધાન મુજબની ઘડાયેલી હોવાથી એ તમામ બેઠા સ્વરૂપની લગભગ એક જેવી હોય છે. આ પૈકી કેટલીક સાદી તો અન્ય અલંકૃત હોય. અપરાજિતપૃચ્છામાં આગળ જોઈ ગયા, એ મુજબ નંદીને આભૂષણોથી અલંકૃત કરવાનું કહ્યું છે. જેમાં સાંકળ, ઘંટમાલા અને મસ્તકાભરણ (મણીરેખા) જેવા આભુષણો હોય છે. કેટલાંકમાં શૃંગાભરણ અને પીઠ પર ગૂંથણવાળું કપડું જોવા મળે છે. બારમા શતકની મધ્યપ્રદેશના ચાનપુરગામની એક નંદીપ્રતિમા નોંધનીય છે. જેના ડોકમાં ઘંટીવાળી ઘૂર્ઘરમાળ અને પીઠ પર ખૂંધપટ જે છેક પ્રાણીદેહના પાછલા ભાગને પણ ઢાંકેલો રાખે છે. વધુમાં ગરદનહારને ચિપકીને એક સુરેખ ગણ આકૃતિ છે.૩૪ મા. આબુના પ્રસિદ્ધ અચલેશ્વર મહાદેવના પટાંગણના પિત્તળની એક મહાકાય નંદી પ્રતિમા પડેલી છે. જે ડોકમાં સાંકળ અને