________________ 73 વૃષભ-નંદી, સાહિત્ય અને કલામાં (ગુજરાતના પરિપ્રેક્ષ્યમાં) અનુસાર નન્દી મજબૂત દેધ્યષ્ટિ ધરાવતા કથ્થઈ રંગના, પણ ઠીંગણા અને ટૂંકા હાથવાળા છે. વધુમાં સામાન્ય દેખાવે એ વાંદરા (વીનરરૂપ) જેવા હોવાનું કહ્યું છે. મહાભારત, વાયુપુરાણ, મત્સ્યપુરાણ, ભાગવતપુરાણ, અને વામન પુરાણ વગેરે અનુસાર નન્દી એ શિવગણ પ્રમુખ અને શિવના મુખ્યસેવક છે. એક અન્ય પરંપરા અનુસાર નન્દીને વૃષભમુખી માનવદેહવાળા ઘડવા જોઈએ. જે અધિકારનંદી હોય, એમને આબેહૂબ શિવ સરખા બતાવવા જોઈએ. આપણને આ પ્રકારની પ્રતિમાઓ દક્ષિણ ભારતીય શિવાલયોમાં જોવા મળે છે. અધિકારનંદીની વિગતો શિવપુરાણ, લિંગપુરાણ અને ભાગવતપુરાણમાંથી મળી રહે છે. એક નયનરમ્ય સુંદર અધિકારનદીમૂર્તિ સંસ્કૃત યુનિવર્સિટી મ્યુઝિયમ, વારાણસીના સંગ્રહમાં હોઈ અગત્યની ગણાય છે. પુરાવસ્તુકીય પ્રમાણો પ્રમાણે જોઈએ તો વૃષભદેવવાહન હોવાની કલ્પના ઇ.સ. પૂર્વે પ્રથમ શતાબ્દી પહેલાંની છે. તત્કાલના ગાંધારપ્રદેશના એક સિક્કા પર વૃષભરૂપ શિવ આકૃત છે. અને કુષાણસત્તા ભારતીય પ્રદેશમાં પ્રસ્થાપિત થતાં, આ સત્તાના પ્રારંભકાલ સુધીમાં નન્દી શિવવાહન હોવાની કલ્પના સર્વ સ્વીકૃત થઈ ચુકી હતી. કુષાણકાલ એ પ્રતિમા વિધાન (Iconography making period)ની શરૂઆતનો સમય. જેનો સર્વાગી વિકાસ ગુપ્તકાલમાં સંપૂર્ણ થતા પ્રતિમા વિધાનના નિશ્ચિત દેવી-દેવતા સ્વરૂપો વાહન સહ અસ્તિત્વમાં આવ્યાં. આ અંગેના માપતાલ અને વિગતો સહિતના સાહિત્યની રચના અનુગુપ્તકાલ સુધીમાં થઈ ચુકી હતી. હવે, પુરાતત્વીય સાધનોના પ્રમાણો તપાસીએ. બસરાથી પૂનરને કેટલીક મુદ્રાઓ મળી હતી. જેના પર શૈવપ્રતીકો સાથે ખૂંધવાળો પોઠીયો આકૃત છે. જે કારણે વિદ્વજનો એને શૈવમુદ્રાઓ માને છે. ૨૭ભીટ્ટાના ખોદકામમાંથી સર જયોન માર્શલને એક આવી જ મુદ્રા (seal) પ્રાપ્ત થઈ હતી. જેના પર શૈવપ્રતીકો સાથે વૃષભ દોરેલો છે. ઇન્ડિયન મ્યુઝિયમ, કલકત્તાના સંગ્રહમાં સુરક્ષિત કુષાણકાલના અંતભાગની નંદી આરૂઢ-ચતુર્ભુજ શિવની પ્રતિમા છે. શિવ, શિવ સ્વરૂપો - નટરાજ, વણાધરશિવ, વીરભદ્ર, અર્ધનારીશ્વર, શૈવ દેવીઓ, પાર્વતી, મહેશ્વરી કે શિવ-પાર્વતીની યુગલ પ્રતિમાઓમાં નંદી વાહનની આગળ કે અઢેલીને આકર્ષકપણે ઊભા સ્વરૂપમાં બતાવાય છે. ઉપરોક્ત પ્રકારે કુષાણકાલના અંતભાગની, ગુપ્તકાલ, અને અનુગુપ્તકાલીન સંખ્યાબંધ પ્રતિમાઓ મળે છે જે આ વિષય (Theme)ની લોકપ્રિયતા બતાવે છે. શિવાલયોમાં ગર્ભગૃહ બહાર મંડપ કે ગુઢમંડપ અને દક્ષિણમાં અલગ નંદીમંડપમાં નંદીની પ્રાણીદેહયુક્ત (Zoomorphic Form)માં મૂર્તિ જોવા મળે છે. જે સમયાનુસારની શૈલીએ પરંપરાગતરૂપે ઘડાયેલી હોય છે. જેમાં પ્રાદેશિક તત્ત્વો કે સ્થાનિક લઢણ જોવા મળે. નંદી સેવકરૂપે શિવલિંગ સામે અનિમેષ દૃષ્ટિએ જોતા હોય છે. શિવજીના આ સંત્રી ઊભડક બેઠકે કંડારેલાં હોય છે. જેની વિગતો મસ્યપુરાણમાંથી મળે છે.૨૯ આ અતિરિક્ત બૃહત્સંહિતા, વિષ્ણુધર્મોત્તર પુરાણ, અગ્નિપુરાણ, શુક્રનીતિ, મયમતમ્ અને દેવતામૂર્તિપ્રકરણ વગેરે પણ આ અંગેના નિર્દેશો આપે છે.