________________ ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ 59 ભારતમાં મધ્યકાલ ઉત્તર અને દક્ષિણ ભારતના મંદિરોની જંઘા પર એ વિશિષ્ટરૂપે દેખાવા લાગ્યાં તો પશ્ચિમ ભારતના ગુજરાત-રાજસ્થાનના દેવાલયોના દ્વારશાખે અંતિમ સિંહશાખે વ્યાલ સ્વરૂપો જોવા મળ્યાં. આ સમયે હવે તો દેવતાઓ અને શક્તિની કે પછી દિક્પાલોની ખત્તક મંડિત પ્રતિમાઓ કંડારાવા લાગી હતી. આ ગવાક્ષના ભીંતસ્થંભો સંલગ્ન વ્યાલ સ્વરૂપો અચૂક દેખાવા લાગ્યાં. પરંપરા સ્થાન અતિરિક્ત પણ વારિ કે જલમાર્ગ પર વ્યાલ દેખા દે છે. 14 મંડોવર તો પુરાકદના (Lifesize) અને દક્ષિણ ભારતના મંદિરો પર તો 8 થી 10 ફૂટના વ્યાલ કોતરેલાં જોવા મળે છે.૧૫ વાલની દેહયષ્ટિ સિંહ જેવી અને ટૂંકા પગ હોય છે. કેટલીક વાર વ્યાલ આરૂઢ માનવીમનુષ્યને બતાવવામાં આવે છે. આ પ્રાણીનો એક પાદ કેટલીકવાર ઊંચો અને બીજો સીધો સ્થિર બતાવેલો અને નીચેની બાજુએ બહુતયા ઢાલ, તલવાર, ભાલો કે અન્ય શસ્ત્ર સાથેનો યોદ્ધો બતાવાય છે. તો ક્યારેક વ્યાલ આકૃતિ નીચે ગજ, વાનર કે શ્વાન જેવા પશુ કાઢેલાં હોય છે. સાહિત્યમાં વ્યાલ : વ્યાલના મુખભેદથી એનાં સ્વરૂપો ઓળખાય છે. સમરાંગણસૂત્રધાર (માલવીગ્રંથ)ના પ્રકરણ૭૫ અંતર્ગત શ્લોક 27-28 અને અપરાજિતપૃચ્છાના પ્રકરણ-૨૩૩ના શ્લોક ૨-૩માં વ્યાલના 16 પ્રકારો જણાવ્યાં છે. મુખ્યત્વે તેમાં સિંહ, મેષ, અશ્વ, વૃષભ, અને શાર્દૂલ છે. જે બેય ગ્રંથોમાં આઠભેદપ્રકાર એકસરખાં. જયારે આઠ જુદા જણાયા છે. જે બેય મળીને 24 સ્વરૂપ થાય. મધુસૂદન ઢાંકીએ અગીયારમી શતાબ્દીના મધ્ય ભાગમાં રચાયેલ સમરાંગણસૂત્રધાર અને બારમા શતકમાં રચાયેલ મનાતા અપરાજિત પૃચ્છા નામક ગ્રંથ તેમજ અદ્યાપિ અપ્રસિદ્ધ શ્રીલંકન ગ્રંથ રૂપમાલાના આધારે નીચે મુજબની વિગતો આપેલી છે. 19 ક્રમ સમરાગણ સૂત્રધાર અપરાજિતપૃચ્છા રૂપમાલા 1. સિંહ સિંહ સિંહ શાર્દૂલ વાઘ ભાલુકા રીંછ સિંહ 0 છ જ વૃડા ર શ્વાન કૂતરો જ માંજર @ ગંડકી. મૂંગા વારાહી બિલાડી ગેંડો ભંડ-ભૂંડણ