________________ ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ હવે ઊભા સ્વરૂપે તપ કરતાં મુનીઓ કે તપસ્વીઓના આલેખન જોવા મળે છે. જો કે ચાલ ગૌણ સ્વરૂપે ગવાક્ષ ભીત્તસ્થંભો પર ત્રયીના રૂપે ચાલુ રહ્યાં છે. જો કે અપવાદરૂપે અગિયારમાં સૈકાના પૂર્વાર્ધના કોઈ મંદિરના મંડોવરનો શિલ્પખંડ મહેસાણા જિલ્લાના પાનસર ગામે લેખકને જોવા મળ્યો હતો.પ૭ જે મોટી કદના વ્યાલ રૂપનો છે. સાથે સાથે ગવાક્ષ સ્તંભો સંલગ્ન ગૌણરૂપે ત્રયીના સ્વરૂપો પણ જોવા મળે છે. આથી કહી શકાય કે મોટીકદના વાલરૂપો અને ગૌણ થતાં ચાલત્રયીના નાના રૂપોનો સંક્રાતી કાલનો નમૂનો છે. ઉત્તરગુજરાતના વાલમમંદિરના મંડપની વેદિકા પર વ્યાલરૂપ છે. તો અગીયારમાં શતકના મહેસાણા જિલ્લાના ભાખર ગામના સૂર્યમંદિરના ખત્તક સ્તંભો પર વ્યાલત્રયી જોવા મળે છે. આવી જ વ્યાલત્રયી સિદ્ધપુરના રૂદ્રમહાલ અને બનાસકાંઠાના વાવગામના કપિલેશ્વર મહાદેવ (ઇ.સ.ની અગીયારમી સદી)ના ભદ્રગવાક્ષની થાંભલીઓ સંલગ્ન વ્યાલત્રયી છે. હું તો પ્રાયઃ અગીયારમી શતાબ્દીના અંતભાગના કોઈ મંદિર જંઘા પરની સુરેન્દ્રનગર જિલ્લાના સુંદરભવાની ગામની અંધકાસુરવધ પ્રતિમાના ગોખની થાંભલીઓને સંલગ્ન વ્યાલત્રયી છે. જેમની ગજ અને મકરની આકૃતિઓ નષ્ટ થયેલી છે. ઇસ્વીસનના અગીયારમી શતાબ્દીના અંતભાગની કે બારમા શતકના પૂર્વાર્ધની કેટલીક શાલભંજિકાઓ કે અપ્સરા શિલ્પો એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડાના ભારતીય સંસ્કૃતિ અને પુરાવસ્તુવિદ્યા વિભાગના સંગ્રહમાં સુરક્ષિત છે. આ સમૂહ પૈકી નંબર 4, 5, 6 અને 7 નંબરની મૂર્તિઓના ગોખરૂંભો પર વ્યાલત્રયી દેખાય છે. 60 તેરમાં સૈકાની એક ભૈરવ પ્રતિમા મહેસાણા જિલ્લાના અંબાસણ ગામની છે. જેના સ્તંભો પર વ્યાલત્રયી જોવા મળે છે. આ ત્રયી પર ખાસ વિવિધતા હવે દેખાતી નથી. આથી લાંબી ત્રયીની યાદી આપવી વ્યર્થ છે. અંતમાં ઉક્ત ચર્ચાથી, ગ્રિફીન-વ્યાલ એનું મૂળ ઉદ્ભવસ્થાન હખામનીય ઇરાનમાં છે. જેનું આગમન આપણા દેશમાં પૂર્વકાલે થયું હોય. વ્યાલના પ્રકાર મુખભેદથી ભિન્નભિન્ન સ્વરૂપવાળા છે. એનું વર્ણન સમરાંગણસૂત્રધાર અને અપરાજિતપૃચ્છામાં અપાયેલું છે. રૂપમાલામાં પણ એમના વર્ણન છે. ગુજરાતના મંદિરો પરના વ્યાલ, મુક્તાગ્રાસ અને વરાલાદી શોભાંકનો વગેરે તેમજ વ્યાલત્રયીની વિવેચના-કીર્તિમુખ વગેરે વિસ્તારથી જોઈ ગયા. સમાપનમાં શિલ્પશાસ્ત્રમાં વર્ણિત શ્લોક પ્રસ્તુત છે. अथ कीर्तिमुखायामि ग्रास मकर संधि / विराणी विराणे जिव्हापंचधा परिकीर्तिता // 20 // તદ્અનુસાર કીર્તિમુખ, નાગ, ગ્રાસ, મકર અને વિરાલી(વાલ) આ પાંચ જીવો-પ્રાણીઓ શિલ્પકૃતિના અલંકારરૂપ મનાય છે. 61