________________ ગુજરાતના દેવાલયોની વ્યાલ આકૃતિઓ 65 થયેલાં સાત ખંડ ભાગો કોઈ એક જ દેવાલયના હોઈ, હાલ તે વડોદરા સંગ્રહાલયમાં સુરક્ષિત છે.૪૫ રોડાની જેમજ અહીં દ્વારશાખ વચ્ચેના સ્તંભો પર ગવાક્ષ કાઢેલાં છે. જેમાં દેવી-દેવતાઓની આકૃતિ કંડારેલી છે. ગોખની બેય બાજુએ ઊભા-સાંકડા નાના ખત્તકોની રચના છે. પરંતુ તેમાં રોડાની જેમ વ્યાલ બતાવેલા ન હોઈ, તેમની જગ્યાએ પ્રથમો કે ગણો કંડાર્યા છે. જયારે વ્યાલને તેની બાજુનું સ્થાન આપવામાં આવ્યું છે. આ ગૌણ સ્થાને તે ત્રયી સ્વરૂપે જોવા મળે છે. રૂપશાખે ગજ, લાલ અને ટોચ પર મકર સુશોભનો છે. વ્યાયપાદ પાસે કુડચલવેલ શોભાંકનો (Creeper Design) છે. જે શામળાજી પ્રકારથી ભિન્ન છે. વ્યાલપંજો ગજ-મસ્તકે ટેકવેલો છે. વ્યાલ અને મકરકંઠે મોતીમાળા અને મસ્તકાભરણ અલંકારો છે. મકરમુખ ઊઘાડું ચોરસદંતવાળુ છે. આઠમી શતાબ્દીના અંતભાગના કે નવમાં સૈકાના પૂર્વાર્ધના મોઢેરાના મહાગુર્જરશૈલીના બે નમૂના નોંધપાત્ર છે. પારેવા પાષાણના કોઈ પૂર્વકાલીન દેવાલયની દ્વારશાખ કે પ્રતિમા પરિકરના આ બે શિલ્પખંડો જણાય છે. એક પર વિષ્ણુ અને બીજા પર ચામરધારી કંડારેલાં છે. વિષ્ણુપ્રતિમાના શિલ્પખંડના ઊર્ધ્વભાગે પાર્થદર્શને જીવંત ભાસતું ગજ-શીર્ષ છે. આ ગજરાજ કપોલે મસ્તકાભરણ છે. સૂંઢ છેડેથી સ્ટેજ ઉપર લીધી છે. પ્રાણીશિલ્પનું એ અતીવ સુંદર ઉદાહરણ કહી શકાશે. ગજશિર ઉપલા ભાગે એક ખંડિત નહોરવાળો પંજો દેખાય છે. પંજા ઉપરનો ભાગ સંપૂર્ણ તૂટેલો હોવા છતાં, એ નિઃશંક વ્યાલપંજો છે. (જુઓ ચિત્ર-૨૦) આજ સ્થળેથી આ શિલ્પખંડો સમકાલીન એક અન્ય કોઈ દ્વારશાખ કે પરિકરનો લીલામરકત પથ્થરનો ટુકડો અગાઉ મળેલો હતો. જે પર ચામરધારીનું મનોહર શિલ્પ કંડારેલું છે.૪૭ એ પર પણ ગજ-શીર્ષનો ભાગ છે. જેની ઉપરનો ભાગ નષ્ટ થયેલો છે. છતાં એ પણ ગજવ્યાલ-મકરત્રયીનો કલાસુશોભનનો પ્રકાર હોવા અંગે કોઈ સંદેહ નથી. (જુઓ ચિત્ર-૧૯) નવમા શતકના બે નમૂનાઓ પ્રસ્તુત છે. પ્રથમ ઉમા-મહેશ્વરની કાશીપુરાસરાર ગામની મૂર્તિ છે. જે આજે ઇ.એમ.ઇ.સ્કુલ, વડોદરાના સંગ્રહમાં છે. જેમાં પ્રતિમા સ્તંભોની બાહ્ય બાજુએ ચાલત્રયી સુશોભન છે. જે અંતર્ગત હાલ તો માત્ર વ્યાલ અને મકર જોવા મળે છે. જ્યારે હસ્તીની આકૃતિ સંપૂર્ણ નષ્ટ થયેલી છે. બીજો નમૂનો વડનગરની વિષ્ણમૂર્તિનો છે. જે હાલ ગુજરાત રાજય પુરાતત્ત્વખાતાના સંગ્રહમાં છે. જેની થાંભલીઓ પર ત્રયી આલેખન છે. બનાસકાંઠા જિલ્લાના તેરવાડા ગામનું દૃષ્ટાંત દસમા સૈકાનું છે. જે અબુંદમંડલ ચંદ્રાવતીની પરમારશૈલીના કોઈ પૂર્વકાલીન અજ્ઞાત પ્રાસાદના ભાગરૂપ બે શિલ્પો છે. જે અંતર્ગત પ્રથમ વામબાજુ સ્નાન કરી, કેશ સુકવતી સુંદરીનું છે. જેની વધુ ચર્ચા અત્રે અસ્થાને છે. પ્રતિમા, તો દ્વિતીય વ્યાલ આકૃતિ છે. જેનું આશરે માપ મુની બાવા કે કોટાઈના મંદિરોની વ્યાલકૃતિઓ જેટલું જણાય છે. મંદિરો પરના બાલ દસમી સદી સુધી દેખાય છે. પણ અગીયારમી શતાબ્દીમાં એ નાના સ્વરૂપે કે ત્રયીરૂપે દેખા દે છે. તેરવાડા વાલમાં કંઠ નીચે કેશવાળી નથી. ગોળ મોટા ચક્ષુ, નાસિકા, કર્ણભાગ, મોતીમાળા અને ઉઘાડા જડબામાં દર્શાવેલ વાળેલી જીલ્લા તેમજ વક્ષ:સ્થળનો પ્રચંડ તાકાત બતાવતો ભાગ વગેરે કોઈ ઉચ્ચકોટીના કલાકારનું સર્જન હોવાનું પુરવાર થાય છે.૪૮